અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં કોરોનાના ૮૯ કેસ નોંધાયા છે. હાલ શહેરમાં કોરોનાના ૩૮૯ એક્ટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી ૩૯ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાના કેસમાં રોજના ૭૦ જેટલા કેસ વધી રહ્યા છે. કોરોનાની સાથે સાથે શહેરમાં HIN૨ ફ્લુના કેસોમાં વધારો થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે. AMC હેલ્થ વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આધાર – પાન લિંક” કરાવવાના ચસકા એ ધન કમાવાના સરકારના નુસ્ખા : કોંગ્રેસ
નવરંગપુરા, બોડકદેવ અને જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા
AMC આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ કોરોનાના ૩૯૮ એક્ટિવ કેસો છે, જેમાં ૩૯ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં એક દર્દીની હાલત ખરાબ હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. મોટાભાગના દર્દી બંને ડોઝ લીધા હોય તેવા કેસ સામે આવી રહ્યા છે. જેમાં નવરંગપુરા, બોડકદેવ અને જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે. કુલ ૩૯૮ એક્ટિવ કેસમાં ૩૭૮ દર્દી ૧૯ વર્ષની ઉપરના તેમજ ૨૦ દર્દી ૮૦વર્ષના દર્દીઓ છે.
સિઝનલ ફ્લુના ૨૩ જાન્યુઆરી થી ૧૮ માર્ચ ૨૦૨૩ સુધી ૪૭ કેસ
જ્યારે સિઝનલ ફ્લુના ૨૩ જાન્યુઆરીથી ૧૮ માર્ચ ૨૦૨૩ સુધી ૪૭ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૧૩ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત LG અને SVP હોસ્પિટલમાં HN૨નું પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના PHC અને USC કેન્દ્રમાં ૯,૦૦૦ જેટલા OPD નોંધાઈ રહ્યા છે. જેમાંથી ૧૭૦૦ જેટલા માત્ર શરદી, ઉધરસ અને ખાંસીના દર્દી જોવા મળી રહ્યા છે. કોરોનાના ટેસ્ટ તમામ PHC અને CSC કેન્દ્રમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.