અમદાવાદઃ શું 500 રુપિયા માટે હત્યા થઇ શકે; માતાનો એકનો એક દીકરો; પરિવાર શોકમાં ડૂબ્યું; મૃતદેહ સ્વીકારવાની મનાઈ
21 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના વાસણામાં રહેતા યુવકની સોમવારે મોડી સાંજે આ સામાજિક તત્વો દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દેવામાં આવી છે. વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે આજે અમદાવાદ શહેરની SVP હોસ્પિટલ ખાતે પરિવારજનોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નથી લેવાના અને અહીંયા જ બેસી રહેવાના છીએ.
યુવકની માતાનું રુદન; 500 રૂપિયા માટે હત્યા કેવી રીતે?
પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમવારે મોડી સાંજે વાસણામાં રહેતાં જીગ્નેશ મેરૂભાઈ પરમાર નામના 28 વર્ષીય યુવકની સરા જાહેર તીક્ષણ હથિયારોનાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ છે. ત્યારે યુવકની માતાનું રુદન સામે આવ્યું હતું. આ મામલે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. એફઆઇઆરમાં સામે આવતી વિગત મુજબ 500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાવી છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે માત્ર 500 રૂપિયામાં જો અમદાવાદમાં હત્યા થઈ જતી હોય, તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેવી થઈ ગઈ છે એ સૌનો ચર્ચાનો વિષય બન્યો છે.
યુવકની હત્યામાં 3 સામાજિક તત્વો શામેલ
યુવકની માતાએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા છોકરાની હત્યા કરવામાં ત્રણ ઈસમોનો હાથ છે. જેઓ પોતે જુગાર અને અલગ અલગ આ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને ધંધો કરે છે. મારો છોકરો ત્યાં બેસવા જતો હતો. હું તેને ત્યાં જવાની મનાઈ કરતી હતી. પરંતુ તે ન માન્યો અને આજે એની હત્યા થઈ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કહી રહી છે કે માત્ર ₹500 જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી છે. ક્યારે આ વાત માની શકાય તેમ નથી કારણકે મારા છોકરાને 500 રૂપિયાની કમી ન હતી જ્યારે જોઈતા હતા ત્યારે તે મારી પાસેથી લઈ જતો હતો. 500 રૂપિયા માટે હત્યા થાય? એ કેવી રીતે માની શકાય.