અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર લેવાની લાલચ ભારે પડી
- રૂ.70 લેખે 3૦૦૦ ડોલરના રૂ.2.10 લાખ આપવાનું જણાવ્યું હતું
- મહેમદાવાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો
- આરોપીઓ રૂ.2.10 લાખ આંચકી લઈ ફરાર થઈ ગયા છે
અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર આપવાના બહાને બોલાવી રૂ.2.10 લાખ આંચકી લઈ ફરાર થઈ ગયા છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક બ્રિજ નં.7 પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર આપવાના બહાને બોલાવી લૂંટ કરી છે.
રૂ.70 લેખે 3૦૦૦ ડોલરના રૂ.2.10 લાખ આપવાનું જણાવ્યું હતું
મહેમદાવાદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અમદાવાદના બોપલમાં રહેતા ચાના વેપારી પર્વરાજસિંહ દિગ્વિજયસિંહ વાઘેલાના મિત્ર રાજુભાઈ છાપરાએ અઠવાડિયા પહેલા જણાવ્યું હતું કે, તેમના મિત્ર વિજયભાઈ દલવાડીના મિત્ર વિજયભાઈ ગણેશભાઈ સોલંકીને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે ડોલર એક્સચેન્જ માટે પ્રતિ ડોલરના રૂ.70 લેખે 3૦૦૦ ડોલરના રૂ.2.10 લાખ આપવાનું જણાવ્યું હતું. સસ્તામાં ડોલર મળતા હોવાથી પર્વરાજસિંહે રૂપિયા આપી ડોલર લેવાની તૈયારી બતાવી હતી.
મહેમદાવાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો
બાદમાં તેમના મિત્ર રાજુભાઈ અને વિજયભાઈ સોલંકી સાથે એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક આવેલા બ્રિજ નં.7 પાસે પહોંચ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ 100 ડોલરની એક નોટ આપી તપાસ કરવા કારમાં જવાનું કહ્યું હતું. દરમિયાન વિજયભાઈ રોકડા રૂ.2.10 લાખ આપી ડોલર લેવા જતા હતા ત્યારે બંને શખ્સો તેમના હાથમાંથી નાણાં આંચકી જઈ બ્રિજ ઉપર ચઢી, ત્યાં બાઈક પર રાહ જોઈ રહેલા શખ્સની પાછળ બેસી જઈ નાસી છુટયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: બહુચરાજી મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા યથાવત