અમદાવાદ: ઉદ્યોગપતિને વર્ચ્યુઅલ સેક્સની લાલચે ક્લીપ બનાવી રૂ.2.70 કરોડ પડાવ્યા
ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવનાર એક આરોપીની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં વર્ચ્યુઅલ સેક્સની લાલચે ક્લીપ બનાવી રૂ.2.70 કરોડ પડાવી લીધેલા હતા. તેમજ નવરંગપુરાના ઉદ્યોગપતિને જુદા જુદા લોકોએ બ્લેકમેલ કરેલો હતો. જેમાં આરોપી તાલીમ તાહીર ખાનને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લવ જેહાદ: ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધા બાદ પતિનું ગળું દબાવી દીધું
કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી
સાયબર ક્રાઈમએ આરોપી તાલીમ તાહીર ખાને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં સરકારી વકીલ વાય.કે.વ્યાસે કોર્ટને જણાવ્યુ હતુ કે, રીયા શર્મા નામની યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. જવાબમાં ફરિયાદીએ પણ હલ્લો કરીને મેસેજ કરતા યુવતીએ પોતે મોરબી ગુજરાતથી હોવાનું જણાવી વીડિયો કોલ કર્યો હતો. ફરિયાદીએ કોલ રિસિવ કરતા યુવતીએ આપણે વર્ચ્યુઅલી સેક્સ કરીએ જો કે, ઉદ્યોગપતિએ ઈનકાર કર્યો હતો. યુવતીએ કોલ પર પોતાના કપડાં કાઢી નાંખ્યા બાદ ઉદ્યોગપતિને જણાવેલ કે, હું તો અનેક લોકોને આ રીતે કોલ કરું છું. જસ્ટ આ તો વીડિયો છે, તેમ યુવતીએ જણાવતા ફરિયાદીએ પોતાના કપડાં ઉતારી દીધા હતા. એક મિનિટ સુધી કોલ ચાલ્યા બાદ યુવતીએ ફોન કાપી નાંખ્યો હતો. જે રીયા શર્મા નામની છોકરી કોણ છે તેની તપાસ કરવાની છે.
આ પણ વાંચો: મકરસક્રાંતિએ ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી થશે આ મોટો ફેરફાર
નવ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો
નવરંગપુરાની સેંટ ઝેવિયર્સ કોલેજ રોડ પર રહેતા પ્રાઈવેટ લીમીટેડ કંપનીના માલિક એવા 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાઈરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને જુદા જુદા અધિકારીઓના નામે ફેન કરી 2.70 કરોડ ઓનલાઈન પડાવી લેવાના મામલે જયપુરથી તાલીમ તાહીર ખાનની સાયબર ક્રાઈમ ધરપકડ કરી છે. આરોપી તાલીમ તાહીર ખાને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતા એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એમ.વી.ચૌહાણએ નવ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.