

અમદાવાદના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થયુ હતું.આ ઘટનામાં 4 લોકો મકાનના કાટમાળમાં દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાંથી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
મીઠાખળીમાં મકાન ધરાશાયી થતા પરિવાર દટાયો
મળતી માહિતી મુજબ આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા મકાનની અંદર આખો પરિવાર કાટમાળમાં દટાયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાટમાળ નીચે દટાયેલા પરિવારના ત્રણ સભ્યોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામા આવ્યા હતા. અને રેસ્ક્યૂ કરાયેલ તમામ લોકોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જો કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા
આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. મળેલી પ્રાથમિક વિગતો અનુસાર ધરાશાયી થયેલું ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું. અને ગઈ કાલે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આ મકાન ધરાશાયી થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ: મત્સ્યોધોગ મારફત રોજગારી મેળવવા કુલ 6 નાના-મોટા તળાવો ઈજારા ઉપર આપવામાં આવ્યાં