ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: સોલા હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પુત્ર સત્યમે પોલીસ સાથે સેટિંગ પાડ્યું

અમદાવાદના સોલા હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પુત્ર સત્યમે પોલીસ સાથે સેટિંગ પાડ્યું છે. જેમાં બિલ્ડર પુત્ર સત્યમને બચાવવા અધિકારીઓનું દબાણ છે. તેમાં નાણાં કામ કરી ગયાની લોકમુખે ચર્ચા શરૂ થઇ છે. જેમાં સત્યમને કોર્ટમાં રજૂ કર્યો નહીં તથા પોલીસે જામીન આપી દીધા છે. તેમાં વાહનચાલક ઈજા કરી નાસે તેને કોર્ટમાં રજૂ કરાય, પણ બિલ્ડરપુત્રને રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઉદ્ગમ સ્કૂલની કરોડોના ફી ઉઘરાણી કર્યાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા 

જામીન મળી જાય તેવી પોલીસ દ્વારા ગોઠવણ કરી દેવામાં આવી

સોલા બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં ચાર દિવસ બાદ નાટકીય ઢબે ક્રાઇમ બ્રાંચે બિલ્ડર પુત્ર સત્યમ શર્માને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપીને ટ્રાફિક પોલીસે પોલીસ મથકમાંથી મુક્ત કરી દીધો હતો. સામાન્ય રીતે કોઈને વાહનચાલક ઈજા કરીને નાસી જાય તો પોલીસ તેને શોધીને લાવીને કોર્ટમાં રજૂ કરતી હોય છે પરંતુ આ કિસ્સામાં બીએમડબલ્યુ કારનો ચાલક બિલ્ડર પુત્ર હોવાથી પોલીસ મથકમાંથી જામીન મળી જાય તેવી પોલીસ દ્વારા ગોઠવણ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં ટ્રાફિક પોલીસની સાથે સોલા પોલીસ દ્વારા વિદેશ દારૂની બોટલમાં સામાન્ય દારૂ મળ્યો હોવાનો ઉલ્લેખ કરીને તેને પોલીસ મથકમાંથી જામીન પર મુકત કરી દેવામાં આવ્યો હતો. બિલ્ડરપુત્રને બચાવવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું દબાણ અને નાણાંનું જોર કામ કરી ગયાની લોકમુખે ચર્ચા ઉઠી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગયા વર્ષ કરતા 11 ઘણું વધુ ડ્રગ્સ પકડાયું તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો 

ઇજાગ્રસ્ત દંપતિ ઈજાઓને લીધે કફોડી હાલતમાં

બીએમડબલ્યુ કારનો ચાલક ઈજા પહોંચીને નાસી ગયો, પછી સ્થાનિક પોલીસના બદલે ક્રાઈમ બ્રાન્ચ તેને ડુંગરપુરથી શોધી લાવી હતી. આમ છતાં બન્ને પોલીસ મથકમાંથી આરોપી બિલ્ડર પુત્ર સત્યમ શર્મા જામીન ઉપર છુટી જવામાં સફળ રહ્યો હતો. જયારે બીએમડબલ્યુ કારથી ઇજાગ્રસ્ત દંપતિ ઈજાઓને લીધે કફોડી હાલતમાં છે. સોલા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કાગળ ઉપર તપાસ કરી, આરોપી સત્યમ શર્માની ધરપકડ કર્યા બાદ તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. સામાન્ય રીતે પોલીસ કોઈ આરોપીની ધરપકડ કરે તો ચોવીસ કલાક કસ્ટડીમાં રાખીને જામીન પર મુકત કરે છે. ત્યારે અહીં બિલ્ડર પુત્ર સત્યમ શર્માને બે ગુનામાં બે કલાકમાં જ જામીન પર મુકત કરી દેવામાં આવ્યો હતો. સોલા બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં 96 કલાક બાદ ક્રાઇમ બ્રાંચે બિલ્ડરપુત્ર સત્યમ શર્માને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડયો હતો. જે બાદ પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સત્યમ અકસ્માત થયા પહેલા તેના મિત્ર મહાવીર સાથે કારમાં બેસીને દારૂ પીધો હતો અને બાદમાં દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી હતી.

આ પણ વાંચો:  અમદાવાદ: BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીએ કર્યું AMC તિજોરીને કરોડોનું નુકસાન

આરોપી સત્યમ શર્માને જામીન પણ મળ્યા

દરમ્યાન સોલાના વેદાંત શ્રીજી લિવિંગ હોમમાં રહેતા અમિત સિંઘવ અને તેમની પત્નીને 1લી માર્ચના રાત્રીના સમયે હેબતપુર રેલ્વે ઓવરબ્રિજ પાસે અડફ્ટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ કેસમાં સોલા પોલીસ, ટ્રાફ્કિ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઇ હતી. પોલીસે સત્યમની સોમવારના રોજ ધરપકડ કર્યા બાદ તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ ત્યારબાદ આરોપી સત્યમ શર્માને જામીન પણ મળ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત સરકારની આ યોજનાના શક્યતાદર્શી રિપોર્ટ પાછળ 216.50 કરોડનો ખર્ચ કરાયો

ઉચ્ચ પોલીસ અધિકારીઓનું દબાણ અને નાણાંનું જોર કામ કરી ગયાનું લોક મુખે ચર્ચા

જો કે અકસ્માત દરમ્યાન ગાડીમાંથી દારૂ મળ્યો હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં સત્યમ વિરૂધ્ધ પ્રોહીબિશનનો ગુનો નોધ્યો હતો. જેમાં સોલા પોલીસે સોમવારે તેની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કર્યો હતો. સત્યમે અકસ્માત કર્યો તે પહેલા તેણે તેના મિત્ર મહાવીર સાથે કારમાં બેસીને દારૂ પીધો હોવાનું સોલા પોલીસની તપાસમાં બહાર આવ્યુ હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ પોલીસ દ્વારા બીએમડબલ્યુ કારના ચાલકને બચાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું દબાણ અને નાણાંનું જોર કામ કરી ગયાનું લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.

Back to top button