અમદાવાદ: ‘અસારવા ઠાકોર પરિવાર’ દ્વારા વિના મૂલ્ય તથા રાહત દરે ચોપડા વિતરણ કરાયા; MLA અમૃતજી ઠાકોરએ આપી હાજરી
2 જુન અમદાવાદ 2024: અમદાવાદ શહેરના ખંડુભાઇ દેસાઈ હોલ અસારવા ખાતે બાલમંદિરથી ગ્રેજ્યુએશન સુધી ભણતા તથા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું તથા જેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી રેન્ક પ્રાપ્ત કર્યા હોય તેમને વિના મૂલ્ય ચોપડા વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાજરી આપી બાળકોને સન્માનિત કર્યા હતા
તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
રાજ્યમાં લોકો તથા સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સહાય યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. જેનો સામાજિક અને આર્થિક લાભ મેળવવો દરેક નાગરિકનો હક છે. તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘અસારવા ઠાકોર પરિવાર’ દ્વારા ઠાકોર સમાજના તેજસ્વીરાઓને વિના મૂલ્ય ચોપડા આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે યુવાનોએ સંગીત પર નૃત્ય સમાજનું અભિવાદન ઝિલ્યું હતું. આ કાર્યક્રમમાં અસારવા ઠાકોર પરિવારના અધ્યક્ષ માણેકલાલ ઠાકોર, પ્રમુખ પ્રવીણભાઈ ઠાકોર અને મહામંત્રી સુરેશભાઈ જાની સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોર, શાહીબાગ વોર્ડના કાઉન્સિલર જશુભાઈ ચૌહાણ, અસારવા વોર્ડના કાઉન્સિલર દિશાંતભાઈ ઠાકોર સહિતનાઓની વિશેષ ઉપસ્થિતિ હતી.
250 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો
અસારવા ઠાકોર પરિવારના અધ્યક્ષ માણેકલાલ ઠાકોરે HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરના અસારવા વિસ્તારમાંથી ઠાકોર સમાજના 250થી વધારે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં અમને સમાજના મોભીઓએ પણ આર્થિક સહયોગ કર્યો છે. જેમને અમે ગિફ્ટ સ્વરૂપે ચોપડાનું વિતરણ પણ કર્યું ત્યારે અમારી સંસ્થાને 29 વર્ષથી વધુનો સમય થયો છે અને ચોપડા વિતરણનો કાર્યક્રમ સતત 9 વર્ષથી અમે કરીએ છીએ
હું સમાજમાંથી IAS, IPS બનતા જોવા માગું છું: અમૃતજી
કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઠાકોર સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સમાજે યાદ કર્યો એટલે હું વગર વિચારે કાંકરેજથી અમદાવાદ આવવા માટે નીકળી ગયો ત્યારે એમણે કહ્યું કે હું ધારાસભ્ય તરીકે નહીં પરંતુ સમાજનો દિકરો તરીકે અહીંયા આવ્યો છું. હું આજે સન્માનિત કરાયેલા બાળકો યુવાનોમાંથી ભવિષ્યમાં આઈએએસ, આઈપીએસ, TDO ,DDO બનતા જોવા માંગુ છું. મારા સમાજમાં શિક્ષણનો વ્યાપ કેવી રીતે વધે સતત હું વિચારતો રહું છું અને અવિરત પણે કાર્ય કરુ છું. સમાજની મહિલાઓ પણ એકબીજાને જાગૃત કરી પોતે આગળ આવે કારણ કે મહિલાઓ જે કરી શકે એ કોઈ ન કરી શકે એવી ઈશ્વરીય શક્તિ તેમનામાં હોય છે.