અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 3 યુવાનોમાંથી બેની લાશ મળી; કેનાલમાં કુદેલા પોલીસ સાથે HD ન્યુઝની ચર્ચા

Text To Speech

6 માર્ચ 2025 અમદાવાદ: શહેરના વાસણા બેરેજથી નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબકતા બેના મૃતદેહ મળી આવ્યા છે અને એકની શોધખોળ યથાવત છે. આ સમગ્ર મામલે ડીસીપી શિવમ વર્મા તથા મોડી રાત્રે કેનાલમાં યુવાનોના જીવ બચાવવા માટે કુદેલા પોલીસ કોન્સ્ટેબલ HD ન્યુઝ સાથે કરી ખાસ વાત.

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી
ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે યશ યક્ષ અને ક્રિશ scorpio લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. જે બાદ કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી ગઈ હતી. જે બાદ ત્રણેય જણાનો સંપર્ક ન થતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ માટે રાત્રે જ વાસણા કેનાલમાં પાણી બંધ કરી દેવાયું હતું.

અકસ્માત પહેલાનો 10 મિત્રોની રીલ મળી આવી
DCP એ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાત દરમિયાન તેમની શોધખોળ શરૂ હતી પરંતુ ગુરુવારે સવારે વિશાલા તરફ શાસ્ત્રી બીજના છેડા નજીક નદીમાંથી યશ સોલંકી અને યક્ષ ભંકોડીયાની લાશ મળી આવી હતી અને ક્રીશ દવે જે હજી પણ લાપતા છે તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે અકસ્માત પહેલાંનો 10 મિત્રોનો રીલ બનાવતો વિડીયો અને અકસ્માત બાદ કેનાલમાં બચાવ કામગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણાએ આ કહ્યું
સૌ પ્રથમ યુવાનોના જીવ બચાવવા કેનાલમાં કૂદેલા પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણાએ HD ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે scorpio જ્યારે કેનાલમાં ખાબકી એની ગણતરીની મિનિટોમાં જ અમારી પીસીઆર પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી. જે બાદ કારના કાચ તોડી તપાસ શરૂ કરી હતી પરંતુ કારમાંથી કોઈ મળ્યું ન હતું. જે બાદ આગળ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી.

અત્રે મહત્વનું છે કે વાસણા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણા જીવનાં જોખમે કેનાલમાં કૂદી ત્રણેય યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી સાથે અન્ય યુવક પણ મદદ માટે કેનાલમાં કૂદયા હતા.

Back to top button