- આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય
- આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે – કોર્ટ
- સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો
ઈન્સ્ટાગ્રામ પર મૈત્રી કરી પરિણીતાને બ્લેકમેલ કરનારના જામીન ફગાવાયા છે. આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે તેમ કોર્ટે જણાવ્યું છે. તેમાં જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે. તેમજ શહેરમાં આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં સર્વેનો આરંભ, વિકસિત વિસ્તારોમાં જંત્રીના ભાવો વધશે!
આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય
અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ પર પરિણીતા સાથે મિત્રતા કરીને તેને બ્લેકમેઈલ કરનાર આરોપી જય ભરતભાઈ નાગરની જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાંથી 20 દિવસમાં 10 સાપ, 12 ઘો મળી
સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો
હાલ સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો છે અને આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે. આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય. સુનાવણી દરમિયાન, સરકારી વકીલે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે વર્ષ 2021માં બોપલમાં રહેતી 27 વર્ષની પરિણિતાને આરોપી શુભમ નાગરે ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવેલી. આ પછી, આરોપીએ વર્ષ 2022માં પરિણીતા પાસેથી સોનુ માગીને તેમાં વધુ ઉમેરો કરીને આપવાની લાલચ આપેલી.
આ પણ વાંચો: ગુજરાતનાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો, આ શહેરમાં જળ સંકટ આવશે
આ મુદ્દે પરિણીતાએ આરોપી પર વિશ્વાસ મુકીને તેને રૂ. 1.20 લાખના દાગીના આપેલા હતા. ત્યાર બાદ, આરોપીએ ફરીથી પરિણીતા પાસેથી સોનુ માગેલુ. આ સમયે, તેણે ધમકી આપેલ કે જો સોનુ આપીશ નહીં તો તારા પતિની હત્યા કરીશુ. જેથી, ડરી ગયેલી પરિણીતા પાસેથી આરોપીએ અલગ અલગ સમયે કુલ રૂ. 3.53 લાખના દાગીના પડાવી લીધેલા હતા.