ફર્સ્ટ ટાઈમ વોટરને જાગૃત કરવા માટે ભાજપના અમીત ઠાકરની અનોખી પહલ
હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પહેલી વખત મતદારોની સંખ્યામાં પણ રાજ્યમાં વધારો થયો છે. જેમને પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણીપંચથી લઈને ઘણી સંસ્થાઓ પણ કામ કરી રહી છે ત્યારે ભાજપના વેજલપુરથી ઉમેદવાર અમીત ઠાકર નવા મતદારો મતદાન માટે જાગૃત થાય તે માટે કંઇક વિશેષ આયોજન કરી રહ્યા છે, જેમાં તેમના દ્વારા પહેલીવાર મતદાન કરનારને સર્ટીફિકેટ આપી રહ્યા છે.
અમદાવાદમાં વેજલપુરથી ભાજપના ઉમેદવાર અમીત ઠાકર શૈક્ષણિક ધોરણે જાગૃતિના ઘણાં કર્યો કરતાં રહે છે ત્યારે આ વખતે રાજ્યમાં 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરવાના છે ત્યારે તેમને અમદાવાદ ખાતે પહેલી જ વખત મતદાન કરનાર યુવાનોને સર્ટીફિકેટ એનાયત કરીને તેમનું સન્માન અને રાષ્ટ્રની નૈતિક જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
તે સાથે જ યુવાનોને મતદાન માટે કોઈ પણ તકલીફ ન થાય તે માટે પણ ખાસ જાગૃત કરવામાં આવી રહ્યા છે.
સૌ નૂતન યુવા મતદારોને વિશેષાધિકાર પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા આપુ છું.
સૌ પ્રથમ વખત ચૂંટણીમાં પોતાનો જનમત આપવા જઈ રહેલા યુવાનોને "નૂતન મતદાર સન્માન પત્રક "એનાયત કરીને બિરદાવ્યા અને લોકતંત્રમાં પોતાના યોગ્ય મતદાનની અમૂલ્ય શક્તિનો પરિચય આપ્યો. #BJP4Vejalpur pic.twitter.com/szo3ELW2JH
— Amit Thaker (@AmitThakerBJP) November 24, 2022
વાત જો અમિત ઠાકરની કરવામાં આવે તો તેઓ લાંબા સમયથી યુવાનોના જાગૃત કરવા માટેના ઘણાં કાર્યક્રમો કરતાં રહે છે. અમીત ઠાકર ભાજપના યુવા વિંગના રાષ્ટ્રીય મહામંત્રીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેમજ વૈશ્વિક સ્તરે પણ અમિત ઠાકરે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીનો કાર્યક્રમમાં સંયોજક તરીકે કાર્ય કર્યું છે.
આ પણ વાંચો : દિવ્યાંગો અને યુવાનો સંચાલિત પોલિંગ સ્ટેશન બનશે ખાસઃ શું હશે મોડલ પોલિંગ સ્ટેશનમાં?