ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: નીલગાય સાથે અથડાતા બાઈક સવારનું મૃત્યુ, બે લોકો ઈજાગ્રસ્ત

Text To Speech
  • ગોતા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઇ હતી
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
  • જૈમિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

અમદાવાદના ગોતા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા સમયે નીલગાય સાથે ટકરાતા બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બાઈક સવારની પત્ની અને બાળકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ગોતા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઇ હતી

સમગ્ર ઘટના મામલે સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની જાણકારી મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં ગોતા પાસેની ઉમા શરણમ સોસાયટી પાસેથી જૈમિન પટેલ (ઉં.વ. 40) નામના વ્યક્તિ પત્ની અને બાળક સાથે બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઓચિંતા નીલગાય વચ્ચે આવતા જોરદાર ટક્કર વાગી હતી. જેમાં જૈમિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

અકસ્માત સર્જાતા લોકો એકઠા થઈ જતા જૈમિનને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવારની પત્ની અને બાળક પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ, જાણો સમગ્ર મામલો 

Back to top button