- અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે મોટી કાર્યવાહી
- એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ બાદ કાર્યવાહી
- PMC ડાયરેક્ટર અને તેની ટિમ સામે ફરિયાદ
અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 2017માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ હલકી ગુણવત્તા વાળો સાબિત થયો છે. ત્યારે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ
અમદાવાદ પૂર્વના છેલ્લા ઘણા સમયથી ચર્ચિત એવા હાટકેશ્વર બ્રિજ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આજે બ્રિજ મામલે AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી ગઈ છે. આજે એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ જાહેર કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. કોન્ક્રીત અને પિલર ની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ હલકી ગુણવતા ના લીધે આ બ્રિજ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. કોલમ,પિલર માટે નો રિપોર્ટ થોડા દિવસ મા આવશે.જે બે ત્રણ અઠવાડિયામાં કરવામાં આવશે. ત્યારે હવે આ બ્રિજ નો મુખ્યભાગ તોડી ને ફરી બનાવવા માટે સ્ટેન્ડિંગ કમીટીમાં મુકવામાં આવશે.
કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ
બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જવાબદાર અજય કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામા આવી છે. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ખોખરા પોલીસ મા ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રા પ્રા. લીમિટેડે પ્રોજેક્ટ સમયના રૂપિયા 1.99 કરોડ જેટલી બેન્ક ગેરંટી જમા કરાવી ન હતી. બ્રિજની ડિફેકટ લાયબિલિટી મુદત પૂર્ણ થઇ ગઈ અને 2017 વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાયું ત્યાં સુધી બેન્ક ગેરંટી લેવામાં જ આવી ન હતી. જ્યારે આખેઆખું કામ સમાપ્ત થઈ ગયું છતાં બેન્ક ગેરંટી લેવામાં આવી ન હતી. જેથી AMC કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ભષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું હતું.
જવાબદારો સામે કાર્યવાહી શરુ
આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. જેથી કન્સલ્ટન્ટ કંપનીઓ સામે કડક કાર્યવાહી અને બે કંપનીઓ સામે પોલીસ ફરિયાદ થશે. આ સાથે જ આ મામલે સતીશ પટેલ ટેક્નિકલ ઈજનેર , અતુલ એસ પટેલ આસી.ઈજનેર, આશિષ આર પટેલ આસી ઈજનેર, મનોજ સોલકી આસી ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને PMC ડાયરેક્ટર અને તેની ટિમ સામે પોલીસ કાર્યાવહી કરાશે.
આ પણ વાંચો : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર ! અમદાવાદમાં આ તારીખે યલો એલર્ટ