અમદાવાદ: અજાણી મોબાઈલ એપ ડાઉનલોડ કરતા સાવધાન, રૂ.20 લાખ ઉડી ગયા
- ગઠિયો અમેરિકામાં ફોર્ડ અને BMW કારના એન્જિન બનાવતી કંપનીનો માલિક હોવાનું કહેતો
- સેટેલાઈટમાં લોકો સાથે મિત્રતા કેળવી એપથી નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા
- હયાત હોટલ ખાતે જઇને નીલની પૂછપરછ કરતા તેણે નાણાં લીધાની કબૂલાત કરી
અમદાવાદમાં યુવાને અજાણી મોબાઈલ એપ ડાઉનલોડ કરતા રૂ.20 લાખ ઉડી ગયા હતા. જેમાં મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી મિત્રો સાથે જ રૂપિયા 20 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં USમાં ફોર્ડ-BMWના એન્જિનની કંપનીનો માલિક હોવાનું કહેતો હતો. તથા સેટેલાઈટમાં લોકો સાથે મિત્રતા કેળવી એપથી નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. હયાત હોટલ ખાતે જઇને નીલની પૂછપરછ કરતા તેણે નાણાં લીધાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં G-20 દેશોના આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે
ગઠિયો અમેરિકામાં ફોર્ડ અને BMW કારના એન્જિન બનાવતી કંપનીનો માલિક હોવાનું કહેતો
પોતે અમેરિકામાં ફોર્ડ અને BMW કારના એન્જિન બનાવતી કંપનીનો માલિક હોવાનું કહી એક ગઠિયાએ સેટેલાઈટમાં જુદા જુદા લોકો સાથે મિત્રતા કેળવી અને પછી તેમના મોબાઈલમાં બેન્કિંગ અને ફાઇનાન્સની એપ ડાઉનલોડ કરાવી નાણાં ટ્રાન્સફર કરી કુલ 20 લાખથી પણ વધુની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ જાણી રહેશો દંગ
હયાત હોટલ ખાતે જઇને નીલની પૂછપરછ કરતા તેણે નાણાં લીધાની કબૂલાત કરી
માણેકબાગમાં રહેતા અને ફોટો-વીડિયોગ્રાફી કરતાં સ્વયંમભાઇ જરમરવાળા થોડા સમય પહેલા તે સેલા ખાતે આવેલી ક્લબમાં તેમના એક મિત્ર દ્વારા નીલ પટેલને મળ્યા હતા. તેણે પોતાનો પરિચય અમેરિકામાં આવેલી એક કંપનીના માલિક તરીકે આપ્યો હતો અને આ કંપની બીએમડબલ્યુ અને ફોર્ડ કંપની માટે એન્જિન બનાવવાનું કામ કરતી હોવાનું જણાવી વસ્ત્રાપુરની હયાત હોટલમાં રહેતો હોવાની વાતો કરી હતી. જે બાદ ઠગ ફોન ઉપયોગ કરવાના બહાને બેંકિગ અને અન્ય ફાઇન્સિયલ એપ્લિકેશનની વિગતો જાણી હતી. બાદમા વિશ્વાસ કેળવવા માટે તેણે એક કંપનીમાંથી 50 ટકાના ભાવે ઓનલાઇન ચીજવસ્તુઓ અપાવી હતી અને ટૂરમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેમજ મોબાઇલ એક્સેસ કરીને એક લાખ રૂપિયા મેળવી લીધા હતા. જેથી હયાત હોટલ ખાતે જઇને નીલની પૂછપરછ કરતા તેણે નાણાં લીધાની કબૂલાત કરી હતી.