અમદાવાદઃ ભીખ માગનારે એરિયા પ્રમાણે ગેંગને ચાર્જ ચૂકવવો પડે છે! જાણો ભીખ-બિઝનેસની વાસ્તવિકતા
અમદાવાદ, ૧૩ નવેમ્બર, વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જેમાં અલગ જ પ્રકારના નિયમો જોવા મળતા હોય છે. આપણે આવા નિયમો અંગે સાંભળીને તરત જ આશ્ચર્ય અનુભવીએ છીએ અને આપણા મુખમાંથી ગજબ શબ્દ પણ બોલાઈ જ જાય છે. આજે એક અનોખા નિયમ વિશે માહિતી આપી રહ્યા છે જેણે સાંભળીને તમને પણ લાગશે કે આ તો ગજબ છે. અમદાવાદના એક વિસ્તારમાં ભીખ માગવા માટે મંજુરી લેવી પડતી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દર મહિને ભીક્ષામાંથી એક લાખ રૂપિયા નહીં આપે તો તારા હાથ- પગ તોડી નાંખીશ તેવું કહેવામાં આવી રહ્યું છે.
તમે તમારા શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મંદિર, મેટ્રો સ્ટેશન, બજાર અથવા અન્ય કોઈ જગ્યાએ ભીખ માંગતા લોકોને જોયા હશે. કેટલીક વાર તેમને કશું આપ્યું પણ હશે. પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે જ્યાં આવા લોકોને એટલે કે ભિક્ષુકોને ભીખ માંગવા માટે ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવે છે. ભિક્ષા વૃત્તિ કરવામાં પણ દર મહિને એક લાખ ચૂકવવા પડશે તેવી ધમકી આપ્યાની ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. ફતેવાડીમાં રહેતા સમાબાનુ ઉર્ફે સમાદે કમરઅલી સૈયદએ ઉસ્માનપુરાની ચાંપાનેર સોસાયટીમાં રહેતા સંજય બાબુલાલ વ્યાસ અને દામીની દે માસી સામે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ, ૧૦ નવેમ્બરે રાત્રે સંજય વ્યાસે ફોન કરીને ધમકી આપી હતી કે, તારે ભીક્ષા માંગવી હોય તો મારી મંજુરી લેવી પડશે.
અમદાવાદના અમુક વિસ્તારમાં કહેવામાં આવ્યું છે કે, અમારા વિસ્તારમાં ભીક્ષા માંગવા આવતી નહીં, નહીં તો તારા ચોટલા કાપી લઈશ. તારા જોડાઓને કહેજે કે મને દર મહિને ભીક્ષામાંથી એક લાખ રૂપિયા નહીં આપે તો તારા હાથ- પગ તોડી નાંખીશ, તને પતાવી દઈશ. બીજી તરફ, વાડજ પોલીસમાં વસ્ત્રાલના રહીશ સેજલ દે કામીની દે પાવૈયાએ પણ સંજય બાબુલાલ વ્યાસ અને વિપુલ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારે ધમકી આપવા અંગે ફરિયાદ નોંધીને વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, તા. 11ના રાત્રે 8-30 વાગ્યે વેજલપુર પોલીસ કહેવાથી તેમની સાથે ઘર બતાવવા ગયાં હતાં. આ સમયે સંજય વ્યાસે સેજલ દેની ગાડી પાસે આવી હાથના ઈશારાથી પાંચ દિવસમાં પતાવી દેવા ધમકી આપી હતી. આ પછી સંજયે મોટો પથ્થર સેજલ દેની ક્રેટા કાર ઉપર ફેંકી કાચ તોડી નાંખ્યો હતો. ગભરાઈને થોડે આગળ જતાં સંજયનો માણસ છે તે વિપુલ દેસાઈએ ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાવાઈ છે.
આ પણ વાંચો…અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના વિવાદાસ્પદ પ્રકરણમાં રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા