અમદાવાદ : આવતીકાલે રિવરફ્રન્ટ સહિતના રૂટ પર જતાં પહેલાં જાણો ક્યાં આપવામાં આવ્યું ડાયવર્ઝન
આવતીકાલે 21 જાન્યુઆરીના અમદાવાદમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેના માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. જેમાં વાડજ સ્મશાનથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટ બંધ રહશે. તથા સાંજે 4 વાગ્યાથી રુટ બંધ કરવામાં આવ્યો છે. જેમાં વાડજ સર્કલથી સુભાષબ્રિજ બંધ રહશે.
આ પણ વાંચો : આરોગ્ય ટીમ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 88 લાખથી વધુ બાળકોનું કરવામાં આવ્યું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ
અમદાવાદ નાઇટ મેરેથોનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભાગ લેશે. G-20ની પહેલી મિટિંગ પહેલા મેરેથોન યોજાઇ જશે. તેમાં અમદાવાદ પ્રત્યેની લાગણી વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. VIP માટે ઇવેન્ટ સેન્ટર ખાતે પાર્કિંગની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓ માટે મલ્ટી લેવલમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આવતી કાલે અમદાવાદમાં ફીટ ઈન્ડિયા મેરેથોન માટે 75 હજાર લોકોની નોંધણી થઈ છે. જેમાં 4 રુટ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ત્યારે મેરેથોન બાબતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે નાઈટ હાફ મેરેથોન યોજાશે. AMC પણ જોડાઇ છે. મેરેથોન સાંજે 7 વાગ્યે શરૂ થશે. જેમાં રૂપિયા 10 લાખના ઈનામ અને 100 મેડલ રાખવામાં આવ્યા છે. તથા 21 કિમી, 10 કિમી અને 5 કિમી ફન રન છે.
આ સાથે જ મેરેથોનમાં 6 સ્ટેજ બેન્ડના રહેશે. તેમાં નેવી અને આર્મી બેન્ડ હશે. જેમાં ઈવેન્ટ સેન્ટરથી શરૂઆત કરવામાં આવશે. 3 પ્રકારની રન છે. તેમાં નેવીના તથા આર્મી અને બીએસએફના જવાનો ભાગ લેશે.અલગ અલગ યુનિવર્સિટી પણ ભાગીદાર બનશે. તેમજ રિવરફ્રન્ટ બંધ રહેશે. તેમાં પશ્ચિમ તરફથી 3.30થી રાતે 10 વાગ્યા સુધી બંધ રહેશે. મેરેથોનના દિવસે સાંજે સુભાષબ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવશે.