- કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં 25 હજાર ચુકવવા ફાર્મા કંપનીને આદેશ કરાયો
- કંપનીની બેદરકારીના દાવા સાથે 3.95 લાખના વળતરની માગ કરાઈ
- સીરપમાં જીવજંતુ ના પડે તેની કાળજી લેવાની જવાબદારી ઉત્પાદકની
અમદાવાદમાં બાળકોને કફ સિરપ આપતા હોય તો ચેતી જજો, દવા કંપનીની બેદરકારી સામે આવી છે. જેમાં કફ સિરપની બોટલમાં જીવડું નીકળતાં વટવાની ડાયલ ફાર્માસ્યૂટિકલને દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે દવા ઉત્પાદક કંપનીની બેદરકારી છતી થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદેશથી ડ્રગ્સ મંગાવનારની મોડસઓપરેન્ડીનો પર્દાફાશ
કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં 25 હજાર ચુકવવા ફાર્મા કંપનીને આદેશ કરાયો
દવામાં તરતું જીવડું દેખાતાં બોટલનું સીલ તોડયું નહીં. તેમજ કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં 25 હજાર ચુકવવા ફાર્મા કંપનીને આદેશ કર્યો છે. ઉધરસની તકલીફના કારણે અમદાવાદના કાલુપુર વિસ્તારના ગ્રાહકે મેડિકલ સ્ટોર પરથી કફ સિરપની બોટલ ખરીદી હતી, ભાવનગરના પ્રવાસે હોટેલમાં જમ્યા પછી કફ સિરપની બોટલ ખોલવા જતાં બોટલમાં તરતું જીવડું દેખાયું હતું, જેના કારણે બોટલનું સીલ તોડયું ન હતું. આ કેસમાં ગ્રાહક કોર્ટે 30મી સપ્ટેમ્બરે હુકમ કરી, વટવા જીઆઈડીસી એસ્ટેટ સ્થિત ડાયલ ફાર્માસ્યૂટિકલ લિ.ને દંડ ફટકાર્યો છે. કફ સિરપના 70 રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચુકવવા ઉપરાંત ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે રૂ. 5 હજારનો દંડ કરાયો છે, ઉપરાંત કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં 25 હજાર ચુકવવા ફાર્મા કંપનીને આદેશ કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય પણ આ કારણોસર પડી શકે છે વરસાદ
કંપનીની બેદરકારીના દાવા સાથે 3.95 લાખના વળતરની માગ કરાઈ
અરજદાર એ.આર. ઘડિયાળી તરફથી કોર્ટમાં કહેવાયું હતું કે, એપ્રિલ 2019ના અરસામાં ઉધરસની તકલીફ થતાં મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ ખરીદ્યુ હતું. દવાની બોટલ ખોલવા જતાં તેની અંદર જીવડું દેખાયું હતું. દવા ઉત્પાદક કંપનીની બેદરકારીના દાવા સાથે 3.95 લાખના વળતરની માગ કરાઈ હતી. કફ સીરપમાં જીવાણુ નરી આંખે જોઈ શકાતું હતું તે બાબતે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરાનો ઓગસ્ટ 2020નો રિપોર્ટ રજૂ કરાયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, સીરપમાં જીવજંતુ ના પડે તેની કાળજી લેવાની જવાબદારી ઉત્પાદકની છે.