ગુજરાત

અમદાવાદ: રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવતા હોય તો ચેતજો

  • ગુરુકુળ વિસ્તારની સોસાયટીમાં સાડીનો શૉ-રૂમ બનાવતા વિવાદ
  • અધિકૃત મંજૂરી વિના રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે રીતે કોમર્શિયલ ઉપયોગ
  • કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરીને સાડી શોપ ચલાવી રહ્યા છે

અમદાવાદના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવતા હોય તો ચેતજો. જેમાં ગુરુકુળ વિસ્તારની સોસાયટીમાં સાડીનો શૉ-રૂમ બનાવતા વિવાદ થયો છે. આ પ્રવૃત્તિ સુચવે છે કે તેમને કાયદા માટે કોઈ માન નથી તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. વાણિજ્યિક પ્રવૃત્તિ ચલાવવામાં જ માત્ર રસ છે તેવું સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો: ગુજરાત: કચ્છમાં રૂ.194 કરોડના ડ્રગ્સ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા 

ગુરુકુળ વિસ્તારની સોસાયટીમાં સાડીનો શૉ-રૂમ બનાવતા વિવાદ

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે કે, જો કોઇ વ્યકિત રહેણાંક મિલકતમાં કોમર્શીયલ બાંધકામ માટેની અધિકૃત પરવાનગી ધરાવતો ના હોય અને તેમ છતાં તેનો વાણિજ્યિક હેતુ માટે ઉપયોગ શરૂ કરી દે તો તે દર્શાવે છે કે, તેને કાયદા માટે માન(સન્માન) નથી અથવા તે સંબંધિત નીતિ-નિયમો, બાયલોઝ નેવે મૂકી કોઇપણ મંજૂરી મેળવ્યા વિના તેને પોતાની વાણિજ્યિક પ્રવૃત્તિ ચલાવવામાં જ માત્ર રસ છે તેવું સ્પષ્ટ થાય છે. જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ગુરુકુળ રોડ પર આવેલી ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ કો.ઓપરેટીવ સોસાયટીની રહેણાંક મિલકતમાં સાડી શો રૂમ ચલાવવાની કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

આ પણ વાંચો: ગુજરાત: ચોમાસુ સત્રથી ઈ-વિધાન એપ્લિકેશનનો આરંભ, મુખ્યમંત્રીએ તાલીમ લીધી

કોઇપણ અધિકૃત મંજૂરી વિના રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે રીતે કોમર્શિયલ હેતુના ઉપયોગ

કોઇપણ અધિકૃત મંજૂરી વિના રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે રીતે કોમર્શિયલ હેતુના ઉપયોગની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.અમ્યુકોએ તેને ફ્ટકારેલી નોટિસનો જવાબ કે જરૂરી મંજૂરી મેળવવાની અંગેની પ્રક્રિયા હાથ ધરવા છૂટ આપી હતી. ગુરૂકુળ રોડ પર આવેલી ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે, અરજદાર સોસાયટીએ રજિસ્ટર્ડ રેસિડેન્સિયલ હાઉસિંગ સોસાયટી છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના રહેણાંક હેતુસર તે બાંધવામાં આવી હતી. જેમાં 38 સભ્યો રહેણાંક મિલ્કત ધરાવે છે. ગત તા.16-5-2022ના રોજ પ્રતિવાદી હેતલભાઇ મંગાલાલ પટેલે અરવિંદભાઇ નારણચંદ અને સંગીતાબહેન પાસેથી એ-1 નંબરનું ટેનામેન્ટ ખરીદ્યું હતું. મકાન ખરીદ્યા બાદ સોસાયટીના સભ્ય બન્યા પછી પ્રતિવાદી સભ્ય હેતલભાઇ પટેલે રેસિડેન્સિયલ સંકુલમાં ગેરકાયદે રીતે બારોબાર કોમર્શિયલ બાંધકામ કરી વાણિજ્યિક પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી.

કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરીને પ્રતિવાદી સભ્ય સાડી શોપ ચલાવી રહ્યા છે

સોસાયટીના બાયલોઝ મુજબ, સોસાયટીનો પ્લોટ રહેણાંક હેતુ માટે અથવા શિક્ષણ, સામાજિક અને આરોગ્ય વિષયક હેતુ માટે જ ઉપયોગમાં લઇ શકાય ઉપરાંત, બાયલોઝની કલોઝ-22માં પણ સ્પષ્ટ છે કે, સોસાયટીના સભ્યએ તેમનું મકાન માત્ર ને માત્ર રેસીડેન્સીયલ હેતુ માટે જ ઉપયોગમાં લેવું. પરંતુ સોસાયટીના બાયલોઝ અને કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરીને પ્રતિવાદી સભ્ય સાડી શોપ ચલાવી રહ્યા છે.

Back to top button