ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ: મણિનગરમાં બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું કરાયુ રેસ્ક્યું

Text To Speech

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને ફાયર વિભાગે 30 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

અમદાવાદ બાલ્કની ધરાશાયી-humdekhengenews

મણિનગરમાં બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી

મળતી જાણકારી મુજબ અમદાવાદના મણીનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ આજે વહેલી સવારે ધરાશાયી થયો હતો. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થવા પામ્યું હતું. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયરની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતા. અને ફાયર વિભાગે 6 બાળકો સહિત 30 લોકોનું સહિસલામત રેસ્ક્યુ કર્યું હતું. ઈમારતના પાછલા ભાગની બારી તોડીને રેસ્કૂ લેડર મારફતે આ બચાવ કામગીરી કરવામાં આવી. જેમાં સ્થળ પર 5 જેટલા રેસ્કુ વાહનો 25 જેટલા અધિકારી કર્મચારીઓ સામેલ હતા.

ભારે વરસાદને કારણે જૂના મકાનોને જોખમ

મહત્વનું છે કે ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. ગઈ કાલે સાંજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જૂના મકાનો ધરાશાયી થવાનું જોખમ રહેલું છે.ઉત્તમ નગર ખાતે આવેલ સ્લમ ક્વાર્ટર્સ ગેલેરીનો ભાગ ભય જનક હાલતમાં હોવાથી ધરાશાયી થઈ હતી. જાણકારી મુજબ આ ઈમારત 40 વર્ષ જૂનું બાંધકામ છે

 આ પણ વાંચો : રાજ્યમાં ચોમાસાની ધમાલ, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Back to top button