- જાહેર રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
- બાબાના દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
- નાના બાળકોને પારણામાં લઈ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
અમદાવાદ શહેરમાં વટવામાં બન્ને તરફનો રસ્તો બંધ કરી બાબાનો દરબાર લાગશે. જેમાં શ્રીરામ ગ્રાઉન્ડ પર દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જાહેર રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લાગશે. તેમાં બન્ને તરફનો રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં માથાભારે તત્વોથી વેપારી અને તબીબો પરેશાન
બાબા બાગેશ્વરના દરબાર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
બાબા બાગેશ્વરના દરબાર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. તેમજ નાના બાળકોને પારણામાં લઈ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અમદાવાદના વટવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર જાહેર રોડ પર લાગશે. બાગેશ્વર સરકારનો સાંજે દિવ્ય દરબાર યોજાશે. કાળઝાળ ગરમી વચ્ચે શ્રદ્ધાળુઓ વટવા મેદાનમાં પહોંચ્યા છે. તેમાં જાહેર રોડ પર બાબાનો મોટો દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારના સ્થળ પર જય શ્રી રામ, જય બાબા બાગેશ્વરની ગુંજ જોવા મળી છે. શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદ: મારૂતિનંદન હોટલના કર્મચારીઓની દાદાગીરી સામે આવી
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે વિશાળ સ્ટેજ બનાવ્યો
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે વિશાળ સ્ટેજ બનાવ્યો છે. તેમજ જય શ્રી રામના નામ સાથે તિલક લગાવી આસ્થાળુઓ રાહ જોઈ રહ્યા છે. આજે પણ અમદાવાદમાં વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ શહેરના વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે. તથા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સ્થળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમાં વટવાના શ્રી રામ મેદાનમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે દિવ્ય દરબારમાં જોડાવવા બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. તેમજ બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર પહેલા જ આસ્થાળુઓ સ્થળ પર પહોંચ્યા છે.
આ પણ વાંચો: BJPએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, આ રાષ્ટ્રીય નેતાઓને સોંપાઇ ગુજરાતની જવાબદારી
બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતથી આસ્થાળુઓ અમદાવાદ આવી પહોંચ્યા
બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતથી આસ્થાળુઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે દિવ્ય દરબાર યોજાશે. તેમાં વટવાના શ્રી રામ મેદાનમાં વરસાદી માહોલ વચ્ચે દરબારની તૈયારીઓ થઇ રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસનો છઠ્ઠો દિવસ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી 3 વાગે હિંમતનગર જવા રવાના થશે. સાંજે 5 વાગે બાબા અમદાવાદ પરત ફરશે. તથા સાંજે 6 થી 8 સુધી વટવામાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે સોમનાથ જશે. આવતીકાલે એરપોર્ટથી 8.30 એ સોમનાથ જવા રવાના થશે. સોમનાથથી બાબા રાજકોટ યજમાનના ઘરે વિશ્રામ કરશે. વિશ્રામ બાદ રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર ભરાશે.