અમદાવાદ: ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, 7 લોકો સામે ફરિયાદ
- ઝુંડાલ સર્કલ નજીક વિજય સુવાળાની કારને આંતરી
- ફિલ્મી સ્ટાઇલમાં વિજય સુવાળાની કારને આંતરીને હુમલો
- હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા
લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત સાત જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઝુંડાલ સર્કલ નજીક વિજય સુવાળાની કારને આંતરી
ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળા પોતાના મિત્રોની સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ સમયે અંદાજિત 10:30 વાગ્યા આસપાસ અમદાવાદના ઝુંડાલ સર્કલ નજીક વિજય સુવાળાની કારને ફિલ્મી ઢબે ઈનોવા કારથી આંતરીને સાત જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા
હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. જો કે, વિજય સુવાળાના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો. જો કે, હુમાલાખોરોએ ગાડીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી. તેમજ વિજય સુવાળાએ અમદાવાદના ત્રણ સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ગુજરાતના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં જાણો ઠંડીની આગાહી