ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

27 ઓગસ્ટના શરૂ થશે ‘અટલ ફૂટ ઓવર બ્રિજ’ શું છે વિશેષતા ?

Text To Speech

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલો ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ખુલ્લો મુકશે. ફૂટ ઓવર બ્રિજ હવે અટલ બ્રિજ તરીકે ઓળખાશે. રિવર ફ્રન્ટ પર આ ડીઝાઇનનો બ્રિજ દેશમાં સૌ પ્રથમ છે. જેના કારણે અમદાવાદની શાન વધારશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત એલીસબ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે 74 કરોડ 29 લાખ રૂપિયા કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ફૂટ ઓવર બ્રિજની લંબાઇ 300 મીટર અને પહોળાઇ 10થી 14 મીટર છે, તેને બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ કરાયો છે. બ્રિજના વચ્ચેના ભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા બ્રિજનો એરિયલ વ્યૂ જાયન્ટ ફિશ જેવો છે.

શું છે વિશેષતા ?

અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયો છે. આ રિવરફ્રન્ટની નયનરમ્યતામાં વૃદ્ધિ કરવા તંત્રએ નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કર્યો છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બ્રિજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકશે.આ સુંદર ફૂટ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ રિવરફ્ન્ટની શાન સમાન ફૂટ ઓવરબ્રિજની ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની છે. 2100 મેટ્રિક ટન ઓવરબ્રિજની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 100 મીટરની છે. આ ફૂટ ઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરાઈ છે. તો બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર તૈયાર કરાયા છે. બ્રિજના વચ્ચેના ભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ ગોઠવાઈ છે. મુલાકાતીઓ સરળતાથી આવન-જાવન કરી શકે તે માટે બંને છેડે મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા રખાઈ છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા બ્રિજનો એરિયલ વ્યૂ જાયન્ટ ફિશ જેવો લાગે છે. આ બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી પણ ઉભી કરાશે.

આ પણ વાંચો : હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં, પણ ક્યાંક વિવાદ

Back to top button