અમદાવાદ: કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ શરૂ થઈ, જાણો ટિકિટની કિંમત


- કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે આ ટ્રેન ફરી શરુ કરવામાં આવી
- અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી
- 3થી 12 વર્ષના બાળકો માટે 12 રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો
અમદાવાદમાં ફરવા લાયક સ્થળ તરીકે કાંકરિયા તળાવ લોકોની અને ખાસ કરીને નાના બાળકોની પહેલી પસંદ છે. છેલ્લા ઘણાં સમયથી કાંકરિયામાં અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન બંધ હતી. પરંતુ હવે 25 ડિસેમ્બરથી શરુ થતાં કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે આ ટ્રેન ફરી શરુ કરવામાં આવી છે.
અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી
નાતાલના દિવસથી શરુ થતા પાંચ દિવસના કાર્નિવલ ફેસ્ટિવલમાં દૂર-દૂરથી લોકો ઉજવણી માટે આવે છે. ત્યારે લોકચાહનાને ધ્યાને રાખીને કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવી છે. મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારો દ્વારા અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી છે.
12 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર 30 રૂપિયા
આ ટ્રેનની મુસાફરી કરવા માટે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. તેમજ 3થી 12 વર્ષના બાળકો માટે 12 રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. આ સિવાય પ્રવાસ માટે બાળક દીઠ 12 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદથી ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના તમામ અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દીધા હતા. જેના પગલે કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સ્પ્રેસ ટ્રેનને પણ બંધ કરી દેવાઈ હતી.