અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ શેલાનાં ઓર્ચિડ સ્કાય ખાતે વરસાદી ભૂવાની આડમાં સરકારી જગ્યા પચાવી પાડવાનો કારસો; ભૂ-માફિયાઓ ઉપર કડક કાર્યવાહીની માંગ કરાઇ

3 ઓકટોમ્બર 2024; અમદાવાદના શેલા ખાતેનાં O7 ક્લબ રોડ ખાતે આવેલી ઓર્ચિડ સ્કાય સોસાયટીનાં દુકાન નંબર 19, 20 પાસે 75 દિવસ પહેલા પડેલા વરસાદી ભૂવાની આડમાં આયોજન બદ્ધ રીતે સરકારી જગ્યા પર તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દેવાનો મામલો સામે આવ્યો છે જેમાં ઓર્ચિડ સ્કાય ખાતેનાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાનોનાં માલિકો દ્વારા ફરિયાદ કરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે JCB દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે કોનાં દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દેવાયું હતું? કઈ રીતે આયોજન કરવામાં આવ્યું હતું? જાણીએ વિગતવાર!!!

ભૂવાની આડમાં સરકારી જગ્યા પચાવી પાડવાનો કારસો
અમદાવાદ શહેરના ખૂબ જ ઝડપથી વિકસતા વિસ્તાર એવા શેલા બોપલ ખાતે VIP સ્કાય ઓર્ચિડ સ્કીમ ખાતેનાં ચાર રસ્તા પાસે આજથી ત્રણ મહિના પહેલા ચોમાસુ બેસતાની સાથે ધોધમાર વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદ શહેરનું સૌથી મોટો ભૂવો પડ્યો હતો જેની ચર્ચા તમામ માધ્યમો પર થઈ હતી અને તેનો વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો. આજે ત્યાં કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે રોડ બનાવવાનું અને પહેલા જેવી સામાન્ય પરિસ્થિતિ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વચ્ચે સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી 19, 20 નંબરની દુકાન પાસે ઓર્ચિડ સ્કાય સોસાયટીનાં ચેરમેન ઋતુલ દિયોરા, મેનેજર શૈલેષ સિનોલ, ભાવેશ પંડ્યા અને ગોપાલ ઝવેરી નામના મેમ્બરો દ્વારા સરકારી જગ્યા પર તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ કરી દેવાનો કારસો રચી દેવામાં આવ્યો હતો જે બાબતની જાણ થતા દુકાનનાં માલિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે જેને ગંભીરતાને ધ્યાન રાખતા AMC દ્વારા તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામને બનતા પહેલા જ JCB થકી તોડી પાડવામાં આવ્યું હતું.

ઓર્ચિડ સ્કાયનાં ચેરમેન તથા મેનેજરે ઘડ્યો પ્લાન
ગેરકાયદેસર બાંધકામ તોડી પડાતા દુકાનનાં માલિકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે લોકોએ માંગણી કરતા હદ ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભૂવાની આડમાં સરકારી જગ્યા પચાવી પાડવાનો કારસો રચનાર સોસાયટીનાં ચેરમેન ઋતુલ દિયોરા, મેનેજર શૈલેષ સિનોલ, ભાવેશ પંડ્યા અને ગોપાલ ઝવેરી જેવાં સોસાયટીનાં હોદ્દેદારો તથા સભ્યો પર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે આવા અને અનઅધિકૃત વ્યક્તિઓને સોસાયટીના ચેરમેન તથા મેનેજર પદે નિમણૂક કરી શકાય કે નહીં? સમય જતાની સાથે ફરીવાર આવું ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

શું કોર્પોરેશન તથા પોલીસ કરી શકે છે કાર્યવાહી?
સ્કાય ઓર્ચિડ ખાતેની મુખ્ય રોડ પાસે આવેલી સરકારી જગ્યા ઉપર ભૂવાની આડમાં રાતો રાત ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવાતા આજુબાજુના લોકોમાં ભય માહોલ છવાયો છે. શેલા ખાતેનો આ વિસ્તાર વીઆઈપી l તેમજ મુખ્ય રોડ હોવાથી આસપાસના લોકો દ્વારા આવી ઘટના બીજીવાર ન બને તે માટે ઓર્ચિડ સ્કાયનાં ચેરમેન ઋતુલ દિયોરા, મેનેજર શૈલેષ સિનોલ તથા ભાવેશ પંડ્યા અને ગોપાલ ઝવેરી ઉપર સરકારી જગ્યા પચાવી પાડવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ એક મોટી રકમનો દંડ વસૂલવામાં આવે તેવી માંગણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બોપલ પોલીસ પાસે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અંગે ભૂમાફીયાઓમાં કોર્પોરેશન તથા પોલીસનો ભય રહે તેમજ સામાન્ય નાગરિકો શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકેતેનાં માટે યોગ્ય કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે છે કે નહીં?

Back to top button