અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે આ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતમાં વાર્ષિક રમતગમત કાર્યક્રમ યોજાયો.માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે 11 ડીસેમ્બરના રોજ ‘એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની ઉજવણી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના લોયોલા હોલ ખાતે કરવામાં આવી. સામન્ય રીતે શાળાઓમાં બાળકોમાં ઉત્સાહ વધારવા અને રમતગમતમાં રૂચી વધારવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
તે અંતર્ગત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પણ વાર્ષિક રમતગમત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાની ચાહકોએ કોહલીએ એશિયા કપ રમવા પાકિસ્તાન આવવા માટે કરી વિનંતી, ફોટો થયો વાયરલ
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડો. લવિના સિંહા કે જેઓ ડેપ્યુટી કમિશનર છે. અમદાવાદ શહેરમાં પોલીસ ઝોન-1માં ફરજ નિભાવી રહ્યા છે. તેમજ ડો.લવીના સિન્હાએ બાળકોમાં ઉત્સાહ વધારવા માટે વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
મુખ્ય અતિથિ તરીકે પૃથ્વીરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રેસીડેન્ટ છે.