ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ દારૂની હેરાફેરી, ટ્રાન્સપોર્ટની આડમાં બોટલો લાવ્યા

Text To Speech
  • સ્થાનિક પીઆઇ નિષ્ક્રિય હોવાની ચર્ચા વહેતી થઈ
  • ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી
  • PCBના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી

અમદાવાદમાં લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ દારૂની હેરાફેરી વધી છે. જેમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું છે. શહેરના ગોમતીપુરમાં PCBએ દરોડા પાડ્યા હતા. તેમાં PCBએ દારૂ સપ્લાય કરતું ગોડાઉન ઝડપ્યું છે. ત્યારે દિલ્હીથી ગોમતીપુર દારૂનો જથ્થો લવાયો હતો.

આ પણ વાંચો: ગુજરાત: AMCની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં SRFDLને રૂ. 2,200 કરોડની લોન આપી 

ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી

અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ અંગેની માહિતી અનુસાર, PCBના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોમતીપુર કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દિલ્લીથી શિવ મોર્ટસ ઓટો પાર્ટના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: ભ્રષ્ટાચારનો નમુનો, 23 દિવસ પહેલાં ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ થયુ અને પોપડા ઉખડ્યા 

સ્થાનિક પીઆઇ નિષ્ક્રિય હોવાની ચર્ચા વહેતી થઈ

એટલું જ નહીં આ જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તેમજ બરોડા ખાતે મોકલવા માટેનું બુકિંગ કરાવેલ છે. આ બાતમીના આધારે પોલીસે મીલમાં રેડ કરતાં ત્યાંથી વિદેશીદારૂની બ્રાન્ડેડ બોટલો નંગ 272નો મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દારૂની હેરાફેરી કરતાં શિવ મોટર્સનો સંચાલક, જયદીપ મોટર્સ તેમજ ક્રિષ્નાશ્રેય ઓટોમોબાઈલ વડોદરાના માણસને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે આ રેડ દરમિયાન 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરના આ જ વિસ્તારમાં અગાઉ રાયોટિંગ જેવા બનાવો પણ બન્યા હતા અને સ્થાનિક પીઆઇ નિષ્ક્રિય હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

Back to top button