અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતમનોરંજન

અમદાવાદઃ 1,40000/- ના મુદ્દામાલ સાથે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમની ધરપકડ

Text To Speech

12 જાન્યુઆરી અમદાવાદ; શહેરના સરદાર નગર વિસ્તારમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં વેચાણ કરતા ઈસમની એસઓજી ક્રાઇમએ ધરપકડ કરી છે. ઉતરાયણ આવતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ અને સરકાર દ્વારા વિવિધ અભિયાનનો ચલાવવામાં આવી રહ્યા છે. લોકોના જીવ બચાવવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં વેચાણ કરનાર ઈસમ પોલીસ ઝડપે ચડ્યો છે.

લોકોના જીવ બચાવવા માટે પોલીસ સક્રિય
બે દિવસ પછી ઉતરાયણનો તહેવાર છે. સમગ્ર રાજ્યના લોકો આ પર્વ ધામધૂમથી ઉજવે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચાઈનીઝ દોરીનું ચલણ વધ્યું છે. અને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જેના કારણે સરકાર અને પોલીસ દ્વારા તહેવાર દરમિયાન પાકા સિન્થેટિક ચાઈનીઝ નાયલોન મટીરીયલથી તૈયાર કરવામાં આવેલા દોરા ઉડાડવામાં આવતા પતંગોને કારણે રોડ ઉપર વાહન ચલાવતા વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થાય છે. તે ઇજાઓ ન થાય તે માટે તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જીત પરાગભાઈ પટેલની ચાઈનીઝ દોરી સાથે ધરપકડ
SOG અમદાવાદ શહેર પીઆઈ PV દેસાઈએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરના સરદારનગર વિસ્તારમાં પેટ્રોલિંગ હતા ત્યારે અમોને બાતમી મળી હતી કે નંદીગ્રામ સર્કલ સરદાનગર ખાતે જાહેરમાં આરોપી જીત પરાગભાઈ પટેલ જે શાહીબાગમાં રહે છે અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જે અંગે તપાસ કરતા જીત પરાગભાઈ પટેલની અટકાયત કરી કુલ ચાઈનીઝ દોરીના 40 નંગ જેની કિંમત ₹40,000 થાય છે. અને અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ 140,000 મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ સદાનગર પોલીસને સોંપી દેવાઇ છે.

Back to top button