અમદાવાદઃ BRTSના આ રૂટમાં કાલથી ફેરફાર થશે, તમને જાણ છે? ન હોય તો જાણી લો
અમદાવાદ, 1 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં BRTS – બીઆરટીએસના આ રૂટનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે આ માહિતી અગત્યની છે. આગામી જૂન 2026 સુધી બીઆરટીએસના કેટલાક રૂટ બદલવામાં આવ્યા છે. આ રૂટ ઉપર આવતીકાલ એટલે કે બીજી જાન્યુઆરીને ગુરુવારથી ફેરફાર શરૂ થશે.
સારંગપુર રેલવે ઓવર બ્રીજના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર હોઈ તથા પોલીસ કમિશનરના જાહેરનામા હુકમ ક્રમાંક: ગ/ઉપક/ટ્રાફિક/૩૫/૨૦૨૪, તા.૨૭/૧૨/૨૦૨૪ અનુસાર સારંગપુર રેલવે ઓવર બ્રીજ તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવનાર છે જેના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા સૂચવ્યા અનુસાર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું થશે. જેના કારણે બી.આર.ટી.એસ. બસ સેવામાં (બસના રૂટોમાં) નીચે જણાવ્યા અનુસારના ફેરફારો તા.૦૨/૦૧/૨૦૨૫ ના રોજથી અમલ કરવામાં આવનાર છે. જેની શહેરીજનોએ ધ્યાનમાં લઇ સહકાર આપવા વિનંતિ છે.
વાંચો આ અહેવાલઃ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થતા AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા
અ.નં. | હયાત રૂટોની વિગત | કરવામાં આવનાર ફેરફારની વિગત |
૧ | ૦૨- ઓઢવ એસ.પી. રીંગ રોડ – ઈસ્કોન ક્રોસ રોડ | · આ તમામ યારેય (૦૪) રૂટોની તમામ બસોને નારાયણા હોસ્પિટલ થઇ રખિયાલ ચાર રસ્તા થઇ ખોખરા થઇ અનુપમ બ્રીજ થઇ અણુવ્રત સર્કલ થઇ ન્યુ ક્લોથ માર્કેટ ત્રણ રસ્તા થઇ રાયપુર દરવાજા બી.આર.ટી.એસ. થઇ આવન-જાવન કરી શકાશે.
· આ સમગ્ર રૂટમાં કુલ-૦૨ બી.આર.ટી.એસ. બસ સ્ટેશન ખાતે બસ સેવા બંધ થશે. ૧. પટેલ મીલ ૨. રખિયાલ ચાર રસ્તા |
૨ | ૧૧- ઓઢવ એસ.પી. રીંગ રોડ – એલ.ડી. એન્જી. કોલેજ | |
૩ | ૦૧/S & E સોમા ટેક્ષટાઇલ્સ થી મણિનગર | |
૪ | ૧૪/S & E- ઓઢવ એસ.પી. રીંગ રોડ થી સારંગપુર દરવાજા |
આ પણ વાંચોઃ અમદાવાદની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું