ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: વધુ એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મૃત્યુ, ઓફિસમાં ફરજ દરમિયાન PI ઢળી પડ્યા

Text To Speech
  • PI આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા
  • સારવાર મળે તે પહેલાં જ પીઆઈનું મૃત્યુ નિપજ્યું
  • PIના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો

ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદમાં વધુ પોલીસ અધિકારીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. શહેરની DG ઓફિસમાં કાર્યરત પીઆઈ આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

સારવાર મળે તે પહેલાં જ પીઆઈનું મૃત્યુ નિપજ્યું

મળતી માહિતી અનુસાર, પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે.

અગાઉ પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું

નોંધનીય છે કે અગાઉ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો: છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યુ

Back to top button