- તંત્ર દ્વારા મોટા પતરા લગાવી ડાયવર્ઝન અપાયું
- ડાયવર્ઝન આપતાં ભારે હાલાકી વાહનચાલકોને ભોગવવી પડી
- હાટકેશ્વર બસ ટર્મિનલમાંથી વાહનચાલકોને ડાયવર્ઝન
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસોથી જાહેર માર્ગો પર ખોદકામની કામગીરીથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેવામાં સીટીએમ ચાર રસ્તાથી હાટકેશ્વર ચાર રસ્તા જવાના માર્ગ પર ડ્રેનેજની કામગીરીને પગલે ખોદકામ કરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: અમૂલ પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ન્યૂઝીલેન્ડમાં મહિલા સાથે જબરજસ્તી કરી
તંત્ર દ્વારા મોટા પતરા લગાવી ડાયવર્ઝન અપાયું
એક તરફ બ્રીજ બંધ તો બીજી તરફ રસ્તા પર ખોદકામની કામગીરીથી પતરા લગાવીને હાટકેશ્વર ટર્મિનલમાંથી વાહનો માટે ડાયવર્ઝન આપતાં ભારે હાલાકી વાહનચાલકોને ભોગવવી પડી રહી છે. એકાએક જ તંત્ર દ્વારા મોટા પતરા લગાવી ડાયવર્ઝન આપી દેતાં વાહનચાલકો પણ વિચારવા મજબૂર બન્યા હતા. 15 દિવસ ચાલનારી કામગીરીને પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેવી ચર્ચાનો પણ દોર શરૂ થયો છે. તેમજ કેટલાક વાહનચાલકો અન્ય રૂટ પસંદ કરી ત્યાંથી પસાર થવા પણ મજબુર બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીને થશે ફાયદો
હાટકેશ્વર બસ ટર્મિનલમાંથી વાહનચાલકોને ડાયવર્ઝન
સીટીએમ ચાર રસ્તાથી હાટકેશ્વર ચાર રસ્તા તેમજ કાંકરિયા, મણીનગર સહિતના વિસ્તારોમાં જનાર લોકોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. હાટકેશ્વર બ્રીજ બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા વાહનચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. સીટીએમ બ્રીજ ઉતરતાંની થોડે દૂર તંત્ર દ્વારા ખોદકામની કામગીરીને લઈને મોટા પતરા મારી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તેમજ હાટકેશ્વર બસ ટર્મિનલમાંથી વાહનચાલકોને ડાયવર્ઝન આપતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 15 દિવસ સુધી ગટરના 20 ફૂટ મેનહોલની સમારકામની કામગીરી ચાલવાની હોવાથી તમામ વાહનોને ડાયવર્ટ કરેલા રસ્તેથી પસાર થવાની ફરજ પડશે. આ કામગીરીને લઈ વાહનચાલકોને વધુ એક મુશ્કેલીમાંથી પસાર થવાની ફરજ પડી હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે.