ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાને મળ્યા નવા પદાધિકારીઓ : મેયરપદે મહિલાની પસંદગી

Text To Speech

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં નવા પદાધિકારીઓની નિયુક્તિમાં અમદાવાદ અને વડોદરાના નવા મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બન્ને મહાનગરને મહિલા મેયર મળ્યા છે. ગાંધીનગરમાં પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં એક બાદ એક સંસ્થાઓના પદાધિકારીઓના નામ કલીયર કરી દીધા છે. જેમાં અમદાવાદમાં કાર્યકર્તાઓમાં જે નામો ચાલતા હતા તે મુજબના જ પદાધિકારીઓની પસંદગી થઈ છે. તો વડોદરામાં પક્ષે જે નામ ચર્ચામાં જ ન હતું તેને મેયર તરીકે પસંદ કરતા જ સંકલનમાં જ ગણગણાટ શરુ થઈ ગયો હતો.

અમદાવાદમાં રાજસ્થાની જૈન સમુદાયને પ્રથમ વખત પ્રતિનિધિત્વ

અમદાવાદમાં મેયર તરીકે રાજસ્થાની જૈન સમાજના પ્રતિભાબેન જૈનને મેયર બનાવાયા છે. શાહીબાગ અને તેની આસપાસના વિસ્તારોના રાજસ્થાની અને જૈન સમાજના પ્રથમ વખત પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રતિભા જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓથી ભાજપમાં આવ્યા છે. તેઓ 2010થી સતત જીતતા આવ્યા છે. જયારે ડે.મેયર તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ઘાટલોડીયાના કોર્પોરેટર જતીન પટેલને સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે દેવાંગ દાણી જયારે શાસક પક્ષના નેતા પદે ગૌરાંગ પ્રજાપતિને પસંદ કરાયા છે.

વડોદરામાં મેયર પદે રેસમાં પણ નામ ન હતું તેવા પિન્કીબેન સોનીની પસંદગી

બીજીબાજુ વડોદરામાં પિન્કીબેન સોની મેયર બન્યા છે. જયારે ડે.મેયર તરીકે ચિરાગ બારોટ, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ડો. શિતલ મિસ્ત્રી અને પક્ષના નેતાપદે મનોજ પટેલને પસંદ કરાયા છે. ભાજપે સ્ટેન્ડીંગ ચેરમેનમાં પુરુષોને જ પ્રતિનિધિત્વ આપવાની પરંપરા થઈ છે. વડોદરામાં મેયર તરીકે પિન્કીબેનની પસંદગી સૌના માટે આશ્ર્ચર્ય સર્જી ગઈ છે જયારે અન્ય પદો પર અપેક્ષિતોના જ નામ પસંદ થયા છે.

Back to top button