TIME મેગેઝીને જણાવી 2022માં ફરવાની 50 બેસ્ટ જગ્યાઓ, અમદાવાદ અને કેરળ પણ આ લિસ્ટમાં સામેલ
કોરોનાને કારણે લોકડાઉનના હોવાથી લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. પરંતુ હવે રોગચાળાનો ખતરો ઘણી હદે ઘટી ગયો છે. મોટાભાગના લોકોએ કોવિડ-19ની વેક્સિન લઈ લીધી છે, ત્યારે પ્રવાસન સ્થળોએ ફરી લોકો ઉમટી રહ્યાં છે. આ વચ્ચે TIME મેગેઝીને વર્ષ 2022 માટે વિશ્વના સૌથી ઉમદા ડેસ્ટિનેશનની એક યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં દુનિયાની 50 એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સને સામેલ કરવામાં આવ્યા છે જે ટૂરિસ્ટને થોડું નવું અને રસપ્રદ અનુભવો આપે છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં ભારતના પણ બે સ્થળને જગ્યા આપવામાં આવી છે. જેમાં એક છે કેરળ અને બીજું છે ગુજરાતનું અમદાવાદ.
કેરળ
ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે વસેલું કેરળ એક સુંદર રાજ્ય છે. શાનદાર સમુદ્ર કિનારો, ધાર્મિક સ્થળો અને ઢગલો ટૂરિસ્ટ સ્પોટ કેરળની સુંદરતાને વર્ણવે છે. અહીં એલેપ્પીમાં આવેલ આર્યુવેદિક કેન્દ્ર ‘અમાલ ટમારા’ મેડિટેશન અને યોગની પ્રેક્ટિસ કરાવે છે.હવે કેરળમાં પહેલો કારવાં પાર્ક ‘કારવાં મિડોઝ’ વેગામોન નામની જગ્યાએ ખુલશે. આ પાર્ક વિશેષ રૂપે યાત્રા, આનંદ અને રોકાવવા માટે ડિઝાઈન કરાયા છે. જ્યાં યાત્રિકોન રોકાવવા માટે તમામ આવશ્યક સુવિધાઓ હોય છે. લગભગ 1000થી વધુ કેમ્પર્સે પહેલાં જ કેરળના સુંદર બીચ અને ગ્રીન પ્લેસને નવા અંદાજમાં એક્સપ્લોર કરવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદ
આ લિસ્ટમાં ગુજરાતનું અમદાવાદ શહેરે પણ જગ્યા બનાવી છે. અમદાવાદનું નામ ભારતના પહેલાં ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે પણ નોંધાયેલું છે. અહીં સાબરમતી નદીના કિનારે 36 એકર સુધી ફેલાયેલા આશ્રમથી લઈને 9 દિવસ સુધી ચાલનારા નવરાત્રિ સેલિબ્રેશન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ દુનિયાનો સૌથી મોટ ડાન્સ ફેસ્ટિવલ છે જે આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત સાયનસ સિટીએ ગત વર્ષે જ ત્રણ ખાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. જેમાં 20 એકરનો એક નેચર પાર્ક છે જો લોકોના સ્થાનિક વનસ્પતિ પ્રત્યે જાગરુત કરે છે. જેમાં ચેસ રમવા અને યોગ પ્રેક્ટિસ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં રોબોટ ગેલેરી અને સાયન્સ સિટીમાં નવો એક્વારિયમ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
દુનિયાના 50 સર્વશ્રેષ્ઠ ડેસ્ટિનેશનની યાદી
આ લિસ્ટમાં કેરળ અને અમદાવાદ ઉપરાંત રસ અલ ખેમા (UAE), પાર્ક સિટી (ઉટાહ), ગેલાપાગોસ આઈલેન્ડ, ડોલની મોરાવા (ચેક રિપબ્લિક), સિયોલ (દક્ષિણ કોરિયા), ગ્રેટ બેરિયર રીફ (ઓસ્ટ્રેલિયા), દોહા (કતાર), ડેટ્રોઈટ (મિશિગન), ધ આર્કટિક, નેરોબી (કેન્યા),વેલેન્સિયા (સ્પેન), ક્વીન્સટુન (ન્યૂઝીલેન્ડ), હ્યાંગે નેશનલ પાર્ક (ઝિમ્બાબ્વે), હિસ્ટોરિક સિલ્ક રોડ સાઈડ (ઉઝબેકિસ્તાન), સાઓ પાઉલો (બ્રાઝીલ), ટ્રાંસ ભૂતાન ટ્રેલ (ભૂતાન), ડીવોન (ઈંગ્લેન્ડ), બાલી (ઈન્ડોનેશિયા), ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ક્યૂશુ આઈલેન્ડ (જાપાન), રાપા નુઈ (ચિલી), સાલ્ટા (આર્જેન્ટિના), પોર્ટ્રી (સ્કોટલેન્ડ), ટોફિનો (બ્રિટિશ કોલંબિયા), બોરાકેય (ફિલીપાઈન્સ), મડેરા (પોર્ટુગલ), ફ્રાંસચોએક (દક્ષિણ આફ્રિકા), મિયામી (ફ્લોરિડા), એલ ચાલટેન (આર્જેન્ટીના), બોગોટા (કોલંબિયા), ધ એલનટેજો (પોર્ટુગલ), લોવર જામ્બેજી નેશનલ પાર્ક (ઝામ્બિયા), કૌનસ (લિથુઆનિયા), સિટોચી આઈલેન્ડ (જાપાન), કલબ્રિઅ (ઈટાલી), સાન ફ્રાંસિસ્કો (કેલિફોર્નિયા), કોપનહેગન (ડેનાર્ક), માર્સેલિસ, થેઓલોનિકી (ગ્રીસ), ઈસ્તંબલુ, ઈલુલિસેટ (ગ્રીનલેન્ડ), જમૈકા, ફ્રીમેન્ટલ (ઓસ્ટ્રેલિયા), ટોરન્ટો, કિગાલી (રવાન્ડા), રિવેએરા નયારિત (મેક્સિકો) અને પોર્ટલેન્ડ (ઓરિગન)ના નામ સામેલ છે.