ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો, વિકાસના દાવા પોકળ

  • AMCના પ્રિ- મોન્સૂન એક્શન પ્લાનની પોલ ખુલી છે
  • શહેરના પૂર્વ પટ્ટા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
  • અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા

અમદાવાદમાં વરસાદના વિરામના 18 કલાક પછી પણ થલતેજ, બોપલ, શેલાની સોસા.માં પાણી જોવા મળી રહ્યું છે. જેમાં AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો છે. તથા વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. તેમજ પરિમલ, અખબારનગર, મકરબા અંડરબ્રિજ સવારે 4 વાગ્યા સુધી બંધ રહેતા નાગરિકોને ભારે હાલાકી પડી છે. જેમાં શહેરમાં શનિવારે પણ બે ઇંચ સુધીનો વરસાદ પડયો તેમાં AMCના પ્રિ- મોન્સૂન એક્શન પ્લાનની પોલ ખુલી છે.

આ પણ વાંચો: ગુજરાત: 9 વર્ષમાં જૂન માસમાં રેકોર્ડ બ્રેક મેઘમહેર, આ શહેરમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા

ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ જવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. શુક્રવારે બારે મેઘ ખાંગા થતાં શહેરના થલતેજ, બોપલ, સાઉથ બોપલ, શેલા, સહિત નવા ઝોનના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યાને 18 કલાક વીતી જવા છતાં ઘણાં વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાને કારણે નાગરિકો કફોડી હાલતમાં મૂકાઈ ગયા હતા. પરિમલ, અખબારનગર અને મકરબા અંડરબ્રિજમાં 6 કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા હતા અને શનિવારે વહેલી સવારે 4 વાગ્યે આ ત્રણેય અન્ડરપાસ વાહનવ્યવહાર માટે ખોલાયા હતા. AMC તંત્ર અને શાસકોના સ્માર્ટ સિટી અને વિકાસ માટેના દાવા પોકળ પુરવાર થયા છે અને AMCનો પ્રિ- મોન્સુન એક્શન પ્લાન ધોવાઈ ગયો છે.

ઘૂંટણસમા પાણી ભરાતાં 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો મુશ્કેલીમાં

AMC કમિશનર અને અધિકારીઓ, શાસકો દ્વારા ગટરો, કેચપીટો સાફ્ કરવામાં આવી હોવાની મ્યુનિ. તંત્ર સજ્જ હોવા અંગેના મોટા દાવા કરવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે શહેરના પશ્ચિમ બોપલ વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા. શનિવારે સવારે બાળકોને સ્કૂલે જવા અને નોકરીએ જતા સમયે હેરાનગતિ થઈ હતી. શેલા ખાતે આવેલા સમત્વ બંગલોઝમાં ઘૂંટણસમા પાણી ભરાતાં 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરના પૂર્વ પટ્ટા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો

અમદાવાદમાં શનિવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને શહેરના પૂર્વ પટ્ટા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રામોલમાં સૌથી વધુ બે ઈંચ, ઓઢવમાં પોણા બે ઈંચ, ચાંદખેડામાં દોઢ ઈંચ, ગોતા, વટવા અને મેમ્કોમાં એક-એક ઈંચ, વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Back to top button