ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ AMC નો પ્લાન વરસાદમાં ધોવાઈ ગયો !!!, તસ્વીરોમાં જુઓ શહેરની સ્થિતિ

Text To Speech

અમદાવાદ શહેરમાં રવિવાર સાંજથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પહેલીવાર અધધધ આટલો વધારે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં 12માં 12 ઈંચમાં વરસાદ ખાબક્યો હતો.

ahmedabad Nukasan 07

અમદાવાદમાં સૌથી વધારે પાલડીમાં વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અમદાવાદ શહેર બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ahmedabad Nukasan 04
રાજપથ કલબની તસ્વીર

ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે.

ahmedabad Nukasan 05

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહિશોને ચિંતા છે.

ahmedabad Nukasan 01

સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. હજુ આગામી 3 કલાક તથા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે.

ahmedabad Nukasan

દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.

ahmedabad Nukasan 006

ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

Ahmedabad-Heavy-rain 001

આ પણ વાંચો : રાજ્યના 153 તાલુકામાં વરસાદ અને 14 તાલુકામાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી

Back to top button