અમદાવાદ: AMCની નવી યોજના સોલર લગાવનારને ટેક્સમાં રિબેટ મળશે


- પ્રદૂષણ ઓછું થાય તે માટે AMC દ્વારા નવી યોજના શરૂ
- ત્રણેય પ્રકારની બાબતોનું પાલન કરાશે તો લાભ મળશે
- સોલર લગાવનારને ટેક્સમાં રિબેટ મળશે
અમદાવાદમાં AMCની નવી યોજના આવી છે. જેમાં સોલર લગાવનારને ટેક્સમાં રિબેટ મળશે. એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ.425.83 કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
પ્રદૂષણ ઓછું થાય તે માટે AMC દ્વારા નવી યોજના શરૂ
શહેરમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે AMC દ્વારા નવી યોજના શરૂ કરવાને લઈને રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે AMC દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં રહેતા સ્થાનિકોના ઘરના ધાબા પર બગીચો, પર્કોલેટિંગ વેલ અને એક કિલોગ્રામ વોટનું સોલાર લગાવનારા નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ આપવામાં આવશે.
ત્રણેય પ્રકારની બાબતોનું પાલન કરાશે તો લાભ મળશે
AMCએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા આ ત્રણેય પ્રકારની બાબતોનું પાલન કરાશે તો તેમને નાણાકીય વર્ષમાં યોજનાનો લાભ મળશે. જ્યારે ફ્લેટ ધારકો માટે વિચારણા કરવામાં આવશે. અગાઉ AMC દ્વારા ફક્ત બે મહિના પૂરતી આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે 37 અરજીઓ મળી હતી, જેમાંથી તંત્રએ એક અરજી માન્ય રાખી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ નથી તો આ રીતે જોઇ શકાશે લાઇવ