અમદાવાદ : AMCના ફુડ વિભાગે શિવશંભુ ડેરી પ્રોડકટસમાંથી 1300 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો


- શિવશંભુ ડેરી પ્રોડકટસ એકમને સીલ કરાયુ છે
- રૂપિયા ૩.૯૦ લાખનો જથ્થો સીઝ કરાયો
- નકલી ક્રીમને પ્યોર ક્રીમના નામે બજારમાં વેચાતા
અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે નરોડા રોડ વિસ્તારમાં આવેલ શિવશંભુ ડેરી પ્રોડકટસમાંથી ૧૩૦૦ કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો હતો. ક્રીમમાં મિલ્ક પાવડર, વનસ્પતિ અને પામોલીન તેલ મેળવીને ઘી બનાવાતુ હોવાની આશંકાના આધારે રૂપિયા ૩.૯૦ લાખનો જથ્થો સીઝ કરી એકમને સીલ કરાયુ છે.
શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કરાયો
મ્યુનિસિપલ ફુડ વિભાગની ટીમ નરોડા રોડ વિસ્તારમાં આવેલા શ્રીનાથ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર-૬૨, શિવશંભુ ડેરી પ્રોડકટસ ખાતે પહોંચી હતી. જયાં શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કરાયો હતો. મ્યુનિ.ના એડીશન મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ જણાવ્યું છે કે શિવશંભુ ડેરી પ્રોડકટસ ખાતે પ્રાથમિક તપાસમાં જોવા મળ્યુ કે, ૫૦૦ કિલોગ્રામ ક્રીમના જથ્થાને બમણો કરવા માટે તેમાં મિલ્ક પાવડર ઉપરાંત વનસ્પતિ અને પામોલીન તેલનો ઉપયોગ કરાતો હતો.
શિવશંભુ ડેરી પ્રોડકટસ એકમને સીલ કરાયુ છે
આ પ્રકારે તૈયાર કરાતા ક્રીમને પ્યોર ક્રીમના નામે બજારમાં વેચાતુ હોય છે. જે વનસ્પતિ ઘી બનાવવામાં વપરાશમાં લેવામાં આવે છે. શંકાસ્પદ ક્રીમના જથ્થાને સીઝ કરી સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. શિવશંભુ ડેરી પ્રોડકટસ એકમને સીલ કરાયુ છે.
આ પણ વાંચો: ગુજરાત : કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે, જાણો ક્યા છે કમોસમી વરસાદની સંભાવના