અમદાવાદ: AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે વર્ષમાં રૂ. 4.5 કરોડનો ખર્ચ કર્યો છતાં પે એન્ડ યૂઝની સફાઈમાં ધાંધિયા
- પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે
- કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મૂકાયા પછી ‘પે એન્ડ યૂઝ’ની સફાઈ કામગીરીમાં ધાંધિયા
- પબ્લિક ટોઇલેટનું ચેકિંગ કરીને નાગરિકોને સારા ફીડબેક સાથેના દાવા
અમદાવાદમાં AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે વર્ષમાં રૂ. 4.5 કરોડનો ખર્ચ કર્યો છતાં પે એન્ડ યૂઝની સફાઈમાં ધાંધિયા જોવા મળ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મુકાયા પછી ‘પે એન્ડ યૂઝ’ની સફાઈમાં ધાંધિયા દેખાયા છે. પબ્લિક ટોઇલેટ સાફ-સૂથરાં હોવાના મ્યુનિ.ના દાવા છે પરંતુ હકીકત વિપરીત જોવા મળી છે.
આ પણ વાંચો: JEEની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ
પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે
AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે તૈયાર કરાયેલા ‘પે એન્ડ યૂઝ’ અને પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત જુદી જોવા મળે છે. AMC દ્વારા ‘પે એન્ડ યૂઝ’ની સફાઈ કામગીરી કરતી એજન્સીને મહિને રૂ. 38 લાખ અને વર્ષે દહાડે રૂ.4.5 કરોડનું આંધણ કરાતું હોવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં આવેલા ‘પે એન્ડ યૂઝ’માં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જેના કારણે ઘણી જગ્યાએ નાગરિકો ‘પે એન્ડ યૂઝ’નો ઉપયોગ કરતા ખચકાય છે. AMCની અખબારી યાદીમાં બુધવારે 7 ઝોનમાં ચાલી અને સ્લમ વિસ્તારોમાં આવેલા 179 ‘પે એન્ડ યૂઝ’ અને પબ્લિક ટોઇલેટનું ચેકિંગ કરીને નાગરિકોને સારા ફીડબેક સાથેના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં ઘણાં વિસ્તારોમાં આવેલા ‘પે એન્ડ યૂઝ’માં નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી, હવે આંકડો જાણી રહેશો દંગ
કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મૂકાયા પછી ‘પે એન્ડ યૂઝ’ની સફાઈ કામગીરીમાં ધાંધિયા
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMCના સફાઈ કામદારો દ્વારા જાહેર શૌચાલયોની સફાઈ કરાતી હતી ત્યારે વધુ સ્વચ્છતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ‘પે એન્ડ યૂઝ’ અને પબ્લિક ટોઇલેટની સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મૂકાયા પછી ‘પે એન્ડ યૂઝ’ની સફાઈ કામગીરીમાં ધાંધિયા જોવા મળતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોલીડ વેસ્ટ ખાતાનાં ઝોનનાં અધિકારીઓ ‘પે એન્ડ યૂઝ’ ટોઇલેટની નિયમિત મુલાકાત- રાઉન્ડ લેતા નથી તેમજ સફાઈ સહિતની ફરિયાદો ચેકિંગ કરતાં નથી.