ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMC આકરા પાણીએ, ટેક્સ નહીં ભરનારના પાણી-ગટર-વીજળી જોડાણ કાપશે

અમદાવાદમાં હવે AMC ટેક્સ રિકવરી માટે કડક પગલાં ભરશે. જેમાં પાણી, ગટર અને વીજળી જોડાણ કાપશે. 15મીથી ‘વન ટાઈમ સેટલમેન્ટ’ સ્કીમનો અમલ કરવામાં આવશે. તેમજ સીલ તોડનાર સામે ફોજદારી પગલા ભરવામાં આવશે. રહેણાંકના વીજ જોડાણ કપાશે તથા હરાજી નહીં થનાર મિલકત AMCના નામે ચઢાવાશે. તેમજ મ્યુનિ. દ્વારા ટેક્સની મોટી રકમ બાકી હોય તેવી મિલકતોની હરાજી કરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય

દરરોજ 25 બાકીદારોની મુલાકાત લેશે

ટેક્સ વિભાગ ચાલુ વર્ષ અને ગત વર્ષના ટેક્સ ધારકોના લિસ્ટ છે. ટેક્સ કર્મચારીઓ દરરોજ 25 જેટલા બાકીદારોની મુલાકાત લેશે અને બાકી ટેક્સ ભરી દેવા સમજાવશે. તમામ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મોટા બાકીદારો દૈનિક મુલાકાતો લેશે. AMC દ્વારા ‘વોર રૂમ’ બનાવશે અને મ્યુનિ. દ્વારા 9 લાખ ટેક્સ ધારકોને ફોન કરીને બાકી ટેક્સ ટેક્સ ભરી દેવા માટે જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો: સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો

100 ટકા વ્યાજ માફી ‘વન ટાઈમ સેટલમેન્ટ’ સ્કીમનો અમલ કરાશે

AMC દ્વારા તા. 15 ફેબ્રુઆરીથી 45 દિવસ માટે જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ રૂ. 3,000 કરોડની પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાંની વસૂલાત માટે 100 ટકા વ્યાજ માફી ‘વન ટાઈમ સેટલમેન્ટ’ સ્કીમનો અમલ કરવાની સાથે સાથે સઘન સીલિંગ ઝૂંબેશ હાથ ધરવા, સીલ તોડનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા, મોટાં બાકીદારોની યાદી અખબારોમાં પ્રસિદ્ધ કરવા, ટેક્સ નહીં ભરનારાના પાણી, ગટર જોડાણો કાપવા તેમજ વીજળી જોડાણો કાપવા, મિલકતોની હરાજી કરવા અને બાકીદારોની મિલકતો AMCના નામે કરવા સહિતના કડક પગલાં ભરવામાં આવશે. મ્યુનિ. દ્વારા ટેક્સની મોટી રકમ બાકી હોય તેવી મિલકતોની હરાજી કરાશે અને ટેક્સની વસૂલાત કરાશે. જો મિલકતની હરાજી ન થાય તો આવી મિલકતો AMC દ્વારા ફક્ત રૂ. 1 ચૂકવીને પોતાના નામે ચઢાવી દેવામાં આવશે. AMC દ્વારા સામાન્ય રીતે કોમર્શિયલ મિલકતોના વીજળીના જોડાણ કાપવામાં આવતા હોય છે. પરંતુ આગામી દિવસોમાં રેસિડેન્શિયલ મિલકતોમાં મોટી રકમના બાકીદારોના વીજળી જોડાણ કાપવામાં આવશે. બાકીદારોની યાદી તૈયાર કરીને ટેક્સ નહીં ભરનારાની પ્રિમાઈસિસ ખાતે ઢોલ- નગારાં વગાડવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની મુશ્કેલીઓ વધી

ચાલુ વર્ષે રૂ.1,250 કરોડની ટેક્સની બાકી રકમ વસૂલાશે

પૂર્વ ઝોનના DYMCએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પછી 100 ટકા વ્યાજ માફી માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ વિશે સોશિયલ મીડિયા, રીક્ષા, ઢોલ – નગારા વગાડી, ફેન અને મેસેજ કરી પ્રચાર કરાશે અને AMCની વેબસાઈટ, ટ્વિટર, જાહેરખબરના હોર્ડિંગ્સ, સિનેમા, ગાર્ડન સહિત જાહેર સ્થળે વિજ્ઞાપન કરવામાં આવશે. તા. 15 ફેબ્રુઆરીથી તા. 31 માર્ચ એમ 45 દિવસ માટે ફક્ત ટેક્સની મૂળ રકમ જ ભરવાની રહેશે. ચાલુ વર્ષે રૂ.1,250 કરોડની ટેક્સની બાકી રકમ વસૂલવા દરેક ઝોનને રીકવરીનો ટાર્ગેટ અપાશે.

Back to top button