અમદાવાદ: AMC દ્વારા 24 ફેબ્રુઆરીએ ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવશે
ટેક્નિકલ ખામીને કારણે ચેક રિટર્ન થાય તો કોમર્શિયલ મિલકત માટે રૂ.1,000નો દંડ થશે. તેમજ 24 ફેબ્રુઆરીએ ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવશે. જેમાં શહેરમાં રહેણાંકની મિલકતો માટે રૂ.500નો દંડ વસુલવામાં આવશે. તથા ચેક રિટર્નની પેનલ્ટીમાં વ્યવહારૂ અભિગમ અપનાવીને નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા
કોમર્શિયલ મિલકત માટે રૂ. 1,000નો વહીવટી ચાર્જ લેવાશે
AMC પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં મિલકતવેરાની બાકી રકમનો ચેક કરદાતાની ભૂલ ન હોય પરંતુ ટેકનીકલ ખામીને કારણે ચેક રિટર્ન થાય તેવા સંજોગોમાં રેસિડેન્શિયલ મિલકત માટે રૂ. 500 અને કોમર્શિયલ મિલકત માટે રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલવાનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે. આમ, AMC દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ચેક રિટર્નની પેનલ્ટીમાં વ્યવહારૂ અભિગમ અપનાવીને નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્ષ વિભાગમાં ખાલી-બંધ, નામ ટ્રાન્સફર, નવી આકારણી વગેરે અંગેની પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે તા. 24 ફેબ્રુઆરીના રોજ ‘પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે ટ્રેક પર અકસ્માત-આત્મહત્યાનો આંકડો જાણી ચોંકી જશો
વહીવટી ચાર્જ- દંડ નહીં વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું
હાલ ચેક રિટર્નના કિસ્સામાં રેસિડેન્શિયલ માટે રૂ.500 અને કોમર્શિયલ મિલકત માટે ચેકની રકમના 5 ટકા અથવા રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે. આમ, ચેક રિટર્નના કિસ્સામાં કરદાતાની ભૂલ ન હોય પરંતુ ટેકનીકલ ખામીને કારણે ચેક રિટર્ન થવાના કિસ્સામાં વ્યવહારૂ અભિગમ અપનાવીને વહીવટી ચાર્જ- દંડ નહીં વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.