ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: AMCનો પ્રોપર્ટી ટેકસ નહીં ભરતા નવરંગપુરા વોર્ડની મિલકતોની હરાજી થશે

Text To Speech
  • નવરંગપુરા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મિલકતોનો મિલકતવેરો બાકી
  • મિલકતને જપ્તી વોરંટ બજાવી તેમની મિલકતો હરાજીમાં મુકવા નિર્ણય કરવામાં આવ્યો
  • ટેકસ નહીં ભરનારા કરદાતાઓને પંદર દિવસમાં બાકી ટેકસ ભરવા નોટિસ અપાઈ

અમદાવાદમાં AMCનો પ્રોપર્ટી ટેકસ નહીં ભરતા નવરંગપુરા વોર્ડની મિલકતોની હરાજી થશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકી પ્રોપર્ટી ટેકસ ભરવા અંગે વારંવાર નોટિસ આપવા છતાં ટેકસ ભરવામાં નહીં આવતા નવરંગપુરા વોર્ડમાં આવેલી બાવીસ મિલકતની હરાજી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ટેકસ નહીં ભરનારા કરદાતાઓને પંદર દિવસમાં બાકી ટેકસ ભરવા નોટિસ અપાઈ

ટેકસ નહીં ભરનારા કરદાતાઓને પંદર દિવસમાં બાકી ટેકસ ભરવા નોટિસ અપાઈ છે. નવરંગપુરા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મિલકતોનો બાકી મિલકતવેરો ભરપાઈ કરવા કરદાતાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રોપર્ટી ટેકસના બીલો મોકલવામાં આવ્યા પછી પણ કરદાતાઓએ તેમનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કર્યો નથી. આવા કરદાતાઓની મિલકતને જપ્તી વોરંટ બજાવી તેમની મિલકતો હરાજીમાં મુકવા નિર્ણય કરવામાં આવ્યો છે.

કબજેદારના નામ છે તે આ પ્રમાણે છે

કબજેદારના નામ છે તે આ પ્રમાણે છે જેમાં રુપ હેર એન્ડ કેર, ગિરધર ડીઝાઈનર, કલ્પેશ આર. પટેલ, એરો ઈન્ફોટેક, નારાયણ કોમ્પલેકસ, સેલ્ફ એન્ટરપ્રાઈઝ, ગણેશ એસોસિએશન, મેગ્નમ જીમખાના, જૈમિન જે. પરીખ, ટેનન્ટ, સાઈ એન્ટરપ્રાઈઝ, ટ્રેડ સેન્ટર, ક્રીષ્ના સિરામિકસ, જે.પી.પરીખ, સ્ટર્લિંગ સિરામિકસ, જશોદાબેન ભાવસાર, પાયોનિયર સર્વિસ તથા પ્રેમાબેન સોની અને હેમાંગ બી. મહેતાના નામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પંચમહાલ: પુરવઠા વિભાગે ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો 

Back to top button