ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: AMC દ્વારા બોડકદેવમાં ગંદકી કરવા બદલ ચાર એકમ સીલ, રૂ.1.24 લાખનો દંડ વસૂલ કરાયો

  • પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો સામે ચેકિંગ ઝૂંબેશ
  • સોલિડ વેસ્ટ વિભાગની ટીમો દ્વારા 97 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું
  • 4.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે

અમદાવાદના બોડકદેવમાં ગંદકી કરવા બદલ ચાર એકમ સીલ કરાયા છે. તેમજ 4.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ 72 એકમોને નોટિસ ફટકારાઈ છે. AMC દ્વારા 97 એકમોનું ચેકિંગ કરાયુ છે. તેમજ આગામી દિવસોમાં સઘન ઝુંબેશ હાથ ધરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સાથે માવઠાની મુસીબત, આ વિસ્તારોમાં પડશે વરસાદ

જાહેર સ્થળોએ ગંદકી કરવા બદલ બોડકદેવમાં 4 એકમોને સીલ કરાયા

AMCના ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર સ્થળોએ ગંદકી કરવા બદલ બોડકદેવમાં 4 એકમોને સીલ કરાયા છે. સોલિડ વેસ્ટ વિભાગની ટીમો દ્વારા મંગળવારે તા. 4 એપ્રિલના રોજ 97 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 72 એકમોને નોટિસ જારી કરાઈ હતી અને રૂ. 1 લાખ, 24 હજારનો દંડ વસૂલ કરાયો છે અને 4.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. આગામી દિવસોમાં AMC તંત્ર દ્વારા ગંદકી કરનારા, ન્યૂસન્સ ફેલાવતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારાઓ સામેની ઝુંબેશ સઘન બનાવાશે. AMC દ્વારા શહેરમાં જાહેર સ્થળો અને રસ્તા પર કચરો ફેંકી, ગંદકી કરનારા, ન્યૂસન્સ ફેલાવનારા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાયા બાદ પહેલી વાર ત્વચા-ચામડીનું દાન મળ્યું

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો સામે ચેકિંગ ઝૂંબેશ

સોલિડ વેસ્ટ વિભાગની ટીમો દ્વારા બોડકદેવમાં 97 એકમોનું ચેકિંગ કરાયું હતું અને 72 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. બોડકદેવમાં ગંદકી કરવા બદલ મેમનગરમાં રામદેવ ફેશન, શ્રી ચામુંડા મોબાઈલ શોપ અને શ્રી રિદ્ધિ સિદ્ધિ એમ્પોરિયમને તથા વસ્ત્રાપુરમાં એન. એન. મોદી પિઝા, સેન્ડવિચની શોપ સહિત 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે. AMC દ્વારા શહેરમાં 40 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલા, થેલી, વગેરેના વપરાશ, વેચામ, અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની લારીઓ, શાકભાજીની લારીઓ, પાનના ગલ્લા સહિત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે.

Back to top button