અમદાવાદ: AMC દ્વારા ઇજનેરથી લઇ સફાઇ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ નોટિસ
- એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો મોકલાઇ
- વિજિલન્સની તપાસમાં AMCમાં કામના ધાંધિયા થતા હોવાનો ઘટસ્ફોટ થયો
- મ્યુનિ.તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં અધિકારી-કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી
અમદાવાદમાં AMC દ્વારા ઇજનેરથી લઇ સફાઇ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો મોકલાઇ છે. બાંધકામ ન રોકનાર ઈજનેરથી માંડી પાણી લીકેજ, ડ્રેનેજ, રખડતા ઢોરના કિસ્સા સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ લઘુત્તમ તાપમાન ઊંચકાયું, ઠંડી સાથે માવઠાની આગાહી
વિજિલન્સની તપાસમાં AMCમાં કામના ધાંધિયા થતા હોવાનો ઘટસ્ફોટ થયો
વિજિલન્સની તપાસમાં AMCમાં કામના ધાંધિયા થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં 112થી લઇ 4,748 દિવસ સુધી ગેરહાજર રહેનાર 32 કર્મીને નોટિસ ફટકારાઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને વિજિલન્સ તપાસમાં ક્ષતિ કરનાર અને કમિશનર રાઉન્ડમાં લીકેજ પાણી-ડ્રેનેજ, રખડતાં ઢોર, સુપરવિઝન નહીં કરનાર, ગંભીર બદેરકારી દાખવનાર અને ગેરકાયદે બાંધકામ નહીં અટકાવવા સહિત વિવિધ કારણોસર વર્ષ 2023-24માં એડ.સીટી ઇજનેરથી લઇ સફાઇ કર્મી મળી કુલ 293ને નોટિસ અપાઇછે. જેની સામે વર્ષ 2022-23માં 105ને નોટિસ ઇસ્યુ કરાઇ હતી. વર્ષ 2022-23ની સરખામણીમાં 2023-24માં સૌથી વધુ નોટિસ અપાઇ છે. જેની તપાસ હાલ ચાલી રહી છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, લોકસભા વિસ્તારમાં વિકાસકાર્યોની આપશે ભેટ
મ્યુનિ.તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં અધિકારી-કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી
મ્યુનિ.વિપક્ષના કોર્પોરેટરે કહ્યું કે, મ્યુનિ.તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં અધિકારી-કર્મચારીઓ દ્વારા પીવાના પાણીથી લઇ ડ્રેનેજ લીકેજ સહિત ગંભીર બેદરકારી દાખવામાં આવે છે. કેટલાક અધિકારીઓને ખુલ્લેઆમ છાવરવામાં આવે છે તો કેટલાકને નોટિસ આપી સંતોષ મનાય છે. આમ છતાં સ્થિતિમાં કોઇ સુધારો થતો નથી. કમિશનરના રાઉન્ડ દરમિયાન ઠેર ઠેર પાણી અને ડ્રેનેજ લીકેજ સહિત રખડતાં ઢોર જોવા મળે છે. જો કમિશનરના રાઉન્ડમાં અમદાવાદની આવી સ્થિતિ હોય તો કોર્પોરેટરના વિસ્તારમાં કેવી સ્થિતી હશે ? તે પ્રજાએ વિચારવાની બાબત છે.
નગરપાલિકા અને મ્યુનિ.માં બંને જગ્યાએ નોકરી કરીને છેતરપિંડી કરી
વર્ષ 2022-23માં વિવિધ ઝોનથી લઇ સેન્ટ્રલ વર્કશોપ, ડ્રેનેજ પ્રોજેકટ વોટર પ્રોજેકટ, સી.એન.સી.ડી. હેલ્થ મધ્યસ્થ કચેરી, ગાર્ડન, સ્વિમીંગ કોચ, વ્યાયમ શાળા, સંસ્કાર કેન્દ્ર – મ્યુઝિયમ, સેન્ટ્રલ સ્ટોર્સ, સ્નાનાગાર, સોલિડ વેસ્ટમાં પિરાણા ડમ્પ સાઇટના અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ ફટકરી છે. બેથી વધુ કર્મચારીઓએ તો નગરપાલિકા અને મ્યુનિ.માં બંને જગ્યાએ નોકરી કરીને છેતરપિંડી કરી હોવાનું ધ્યાનમાં આવતા શોકોઝ નોટીસ ફટકારી છે.