ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો

Text To Speech
  • AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી
  • ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું
  • ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે.

સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી

આ વખતે AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો હોવાની જાણકારી મળી રહી છે. અમદાવાદ ખાતે આગામી મહિનામાં યોજાતા ફ્લાવર શૉની એન્ટ્રી ફી AMC દ્વારા બમણી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શૉની એન્ટ્રી માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી લેવાની તૈયારીમાં છે.

ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું

આ ઉપરાંત, AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય શાળાના બાળકોને 10 રૂપિયા ટિકિટ છે. જ્યારે ગત વર્ષની વાત કરીએ તો, ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂ.50 અને શનિવાર-રવિવારે 75 રૂપિયા એન્ટ્રી ફી હતી. ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેમાં AMCના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત: હવામાન વિભાગે આ શહેર માટે યલો ઍલર્ટ સાથે કોલ્ડવેવની ચેતવણી પણ આપી

Back to top button