અમદાવાદઃ હાઈકોર્ટના આદેશ છતાં AMC દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યા ભરી દેવાતા અંતે કન્ટેમ્પ્ટ પિટિશન કરાઈ, હાઇકોર્ટે કહ્યું; હુકમની અવગણના ચલાવાશે નહીં


25 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; વર્ષ 2019માં AMC દ્વારા યોજાયેલ જુનિયર ક્લાર્કની ભરતી કર્યા બાદ 6 જગ્યાઓ ખાલી હતી, આ 6 જગ્યાઓ વેઇટિંગથી (પ્રતીક્ષા યાદીથી) ભરવાના બદલે AMC દ્વારા નવી ભરતી જાહેર કરી દેવામાં આવી. જેને કારણે આ 6 ઉમેદવારોએ આ બાબતને હોઇકોર્ટમા પડકારી હતી. અંતે હાઇકોર્ટ ઉમેદવારો થયેલ હેરાનગતિની નોંધ લઈને
ટકોર કરી છે કે “શું અધિકારીઓ પોતાની જાતને કોર્ટથી ઉપર સમજે છે! જાણીએ મામલો વિગતવાર.
સામાન્ય માણસ માટે નોકરીનું મહત્વ છે
મળતી માહિતી મુજબ હાઈકોર્ટના આદેશ છતાં AMC દ્વારા જગ્યા ભરી દેવાતા અંતે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરાઈ છે. અને AMCના કમિશનરને જવાબ આપવા હાજર કરવાનો આદેશ અપાયો છે. અગાઉ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં ભરતીને પડકારતા હાઇકોર્ટે 6 ખાલી જગ્યા પર ભરતી નહી કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં તે જગ્યા પર સિનિયર અધિકારીએ ભરતી કરી હતી. કંન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂઆત કરાઈ છે કે હાઇકોર્ટે અનેક વખત પાલિકા અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીને ભરતી નહીં કરવા ટકોર કરી છે પરતું ગણકારતા નથી. હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, તમારા અધિકારીઓ અમારા હુકમને સહેલાઇથી લઇ રહ્યા છે. પોતાની જાતને હાઇકોર્ટથી ઉપર સમજે છે. તેમની સામે ચાર્જફ્રેમ થશે ત્યારે તેમને સમજાશે કે સામાન્ય માણસ માટે નોકરી કેટલી મહત્વની છે.
હાઇકોર્ટના હુકમનું પાલન કરવું પડશે: જસ્ટિસ દેસાઈ
જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સરકારી વકીલને એવી ટકોર કરી હતી કે, તમારા અધિકારીઓને કાયદાની ખબર ના પડતી હોય તો તમારે કાયદાના કલાસ લેવા જોઇએ.હાઈકોર્ટ જે હુકમ કરે તેનું પાલન તો કરવું પડશે.સરકારે નવા મ્યુનિ.કમિશનરને હાજર રાખવા ખાતરી આપી હતી. પરતું હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે જે કમિશનરે ભરતી કરી છે તેમણે હાજર રહેવું જોઇએ.