અમદાવાદ: મ્યુ. કોર્પોરેશનમાં માત્ર ખેતીના દસ્તાવેજો નોંધતી કચેરીઓ બંધ


- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ અનુક્રમે 13 અને 14 નંબરની કચેરીઓ બંધ
- ખેતી, બિનખેતીના સ્ટેમ્પની નોંધણી હવે એક જ સબ રજિસ્ટ્રારમાં થશે
- ખેતી અને બિનખેતી એમ બંને પ્રકારની મિલકતોના દસ્તાવેજ નોંધણીનું કામ કરશે
અમદાવાદમાં ખેતી, બિનખેતીના સ્ટેમ્પની નોંધણી હવે એક જ સબ રજિસ્ટ્રારમાં થશે. જેમાં મ્યુ. કોર્પોરેશનમાં માત્ર ખેતીના દસ્તાવેજો નોંધતી કચેરીઓ બંધ કરશે. સુરત, વડોદરા, જામનગરની 7 કચેરી બંધ થશે, સામે નવા પાંચ તાલુકામાં નવી કચેરી ખૂલશે. અમદાવાદમાં કલેક્ટર અને વસ્ત્રાલની કચેરીમાં સુવિધા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વર્ષ 2023માં હૃદયરોગના કેસ જાણી રહેશો દંગ
અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ અનુક્રમે 13 અને 14 નંબરની કચેરીઓ બંધ
રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એરિયામાં માત્ર ખેતીની જમીનોના જ દસ્તાવેજ નોંધવાનું કામ કરી રહેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ કરવા મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ અનુક્રમે 13 અને 14 નંબરની કચેરીઓ બંધ થશે. જેની સામે સાબરમતી નામે અમદાવાદ-13 નંબર અને વસ્ત્રાલ ખાતે અમદાવાદ 14 નંબરની સબ રજિસ્ટ્રાચાર કચેરી શરૂ થશે. જે ખેતી અને બિનખેતી એમ બંને પ્રકારની મિલકતોના દસ્તાવેજ નોંધણીનું કામ કરશે.
આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજી કેસમાં અમેરિકા જનાર લોકોના વિઝા મામલે ચોંકાવનારો ખુલાસો
પક્ષકારોને ખેતી અને બીનખેતીના દસ્તાવેજ નોંધાવવા અલગ કચેરીમાં જવું નહી પડે
મહેસૂલ વિભાગે 1લી જાન્યુઆરીથી અમલમાં આવે તે રીતે અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર એમ ચારેય મહાનગરોમાં માત્ર ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા કરતી કુલ 7 સબ રજિસ્ટ્રારની કચેરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે જ્યાં નવા તાલુકા રચાયા છે તેવા પાંચ તાલુકામાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ કરવાનું પણ જાહેર કર્યુ છે. નિર્ણયથી પક્ષકારોને ખેતી અને બીનખેતીના દસ્તાવેજ નોંધાવવા અલગ કચેરીમાં જવું નહી પડે. નોંધાયેલા દસ્તાવેજોનું રેકર્ડ એક જ સ્થળેથી મળી રહેતા, ઈન્ડેક્ષ નકલ, શોધ, ઈન્કમબરન્સ સર્ટિફિકેટ પણ એક જ કચેરીમાંથી મળી શકશે. પાંચ નવા તાલુકામાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી થતા હવે એ તાલુકાના પક્ષકારોને પણ જિલ્લા મથકે જવું પડશે નહિ.