અમદાવાદ: AMCએ ચોમાસામાં નાગરિકોની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો
- કન્ટ્રોલ રૂમના આ વોટ્સઅપ નંબર પર ફરિયાદો નોંધાવી શકશે
- 24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી
- નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર
અમદાવાદમાં AMCએ ચોમાસામાં નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. તથા 25 કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. AMC કમિશનર, DYMC મોનિટરિંગ કરશે. તેમજ પાણી ભરાવા, ઝાડ- મકાન ધરાશાયી, સહિતની ફરિયાદોના ઝડપી નિકાલ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. મોન્સુન કંટ્રોલરૂમ સહિત શહેરમાં કુલ 25 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યા છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ગુનાહિત કેસમાં ધરપકડ કરાઇ, જાણો સમગ્ર મામલો
વોટ્સએપ નંબર 9978355303 જાહેર કર્યો
AMC દ્વારા ચોમાસામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવાની, ડ્રેનેજ ઉભરાવાની, ઝાડ ધરાશાયી થવાની, મકાન જમીનદોસ્ત થવા સહિતની નાગિરકોની ફરિયાદો ઝડપી નિકાલ કરવાની નેમ સાથે વોટ્સએપ નંબર 9978355303 જાહેર કર્યો છે. ચોમાસામાં નગરિકો AMCના કન્ટ્રોલ રૂમના આ વોટ્સ અપ નંબર પર ફરિયાદો નોંધાવી શકશે. મ્યુનિ. દ્વારા પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોન્સુન કંટ્રોલરૂમ સહિત શહેરમાં કુલ 25 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યા છે. AMC દ્વારા તમામ કંટ્રોલ રૂમ ઉપર સિનિયર કક્ષાના અધિકારીઓ મારફ્તે 24 કલાક કામગીરીનું સતત મોનિટરિંગ/સુપરિવઝન કરી મહત્તમ ફરીયાદોનું સત્વરે નિકાલ થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નિવૃત્ત DYSPની જમીન મામલે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ
24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી
AMC દ્વારા ચોમાસાની સીઝનમાં ભારે કે અતિ ભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, ભુવા પડવાના બ્રેક ડાઉન થવાના રસ્તા બેસી જવાના, ભયજનક મકાનો પડી જવા, નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી, બગીચા ખાતા તેમજ ફાયર બ્રિગેડ, તેમજ જુદા જુદા અન્ડરપાસોને વાયરલેસ સીસ્ટમ અને ઈન્ટરનેટ માધ્યમથી કનેક્ટ કરી તેમજ વરસાદ માપવા માટે કુલ 26 ઓટો મેટીક રેઈન ગેજ મુકી સુસજ્જ રાખવામાં આવ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ, સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે એડી. સીટી ઈજનેર કે સીટી ઈજનેર આસી.સીટી ઈજનેર, આસી.ઈજનેર સહિત ઈજનેર વિભાગની ટીમ, એસ્ટેટ ખાતાની ટીમ દ્વારા AMC કમિશનર, DYMC (રોડ પ્રોજેક્ટ) તેમજ સિટી ઈજનેરની સૂચના, માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ચોમાસાને લગતી કોઈપણ પ્રકારની ફરીયાદોના નિકાલ માટેની સંકલનની 24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
વર્કશોપ ખાતાના નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર
શહેરમાં ઝોનલ લેવલે DYMCની સીધી દેખરેખ હેઠળ ઈજનેર વિભાગ તેમજ હેલ્થ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મજુર લેવલના સ્ટાફ્ને ચોમાસા દરમ્યાન ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી આવશ્યક માલ સામાન મેન પાવર તેમજ મશીનરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ચોમાસા દરમ્યાન નિયાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે STP ખાતેથી ખારીકેટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા સમ્પ ઉપર પંપો તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોમાં, જુદા જુદા અન્ડર પાસમાં પંપો તેમજ વર્કશોપ ખાતાના નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.