AMCને નરોડા, આંબાવાડી, ઘુમા TP સ્કીમમાં 142 પ્લોટ મળશે. તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબાગાળાના આયોજનો વિચારવામાં આવશે. જેમાં ખોખરા, મહેમદાવાદ અને ઘોડાસરની ટી.પી. સ્કીમનમાં બીજી વખત ફેરફાર કરાયો છે. તેમાં જાહેર હેતુ માટે 15,000 ચો.મી. જમીન પ્રાપ્ત થશે.
ટી.પી. સ્કીમ- 03 (ઘુમા) હેઠળ સૌથી વધુ 110 પ્લોટ મ્યુનિ.ને મળશે
AMC દ્વારા શહેરમાં નરોડા, આંબાવાડી, ઘુમાની ટી.પી. સ્કીમમાં મંજૂર થવાને લીધે રહેણાંક, ગાર્ડન, સામાજિક હેતુ, પ્લે ગ્રાઉન્ડ, ગરીબ આવાસ યોજના, પબ્લીક યુટિલિટી, કોમર્શિયલ વેચાણ, વગેરે હેતુ માટે AMCને 142 પ્લોટ મળશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં AMCને મળનારા 142 પ્લોટ હેઠળ 6,37,975 ચો.મી. જમીન મળશે. ટી. પી. સ્કીમ- 124/સી (નરોડા)માં 11 પ્લોટ, ટી. પી. સ્કીમ -21 આંબાવાડી (પાંચમો ફેરફાર) હેઠળ 21 પ્લોટ અને ટી.પી. સ્કીમ- 03 (ઘુમા) હેઠળ સૌથી વધુ 110 પ્લોટ મ્યુનિ.ને મળશે.
આ પણ વાંચો: જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારે થશે શરૂ
મહેમદાવાદ અને ઘોડાસરની ટી.પી. સ્કીમનમાં બીજી વખત ફેરફાર કરાયો
જ્યારે ખોખરા, મહેમદાવાદ અને ઘોડાસરની ટી.પી. સ્કીમનમાં બીજી વખત ફેરફાર કરાયો છે અને જાહેર હેતુ માટે 15,000 ચો.મી. જમીન પ્રાપ્ત થશે. ટી.પી.સ્કીમ -21 મોટેરા નિયત સમયમાં AMC બોર્ડમાં મંજૂર કરીને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલી અપાશે. આ પ્લોટની જમીન મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબાગાળાના આયોજનો વિચારવામાં આવશે.