ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમદાવાદ : પીએમ મોદીના રોડશો બાદ ટ્રાફીક જામમાં અટવાઈ એમ્બ્યુલન્સ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે. ગઈકાલે તેમણે સૌથી લાંબો રોડશો કર્યા બાદ આજે પણ તેમનો રોડશો અમદાવાદ શહેરમાં યોજાયો હતો. જો કે સાંજે રોડશો પૂર્ણ થયા બાદ રૂટ ઉપર ઠેરઠેર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ટ્રાફિકજામ વચ્ચે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.

એરપોર્ટ સર્કલથી દફનાળા સુધી અંદાજે 4 કિમી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો

આ અંગે મળતી માહિતી મુજબ, બીજા તબક્કાની 93 બેઠકો માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, તો ભાજપ માટે વડાપ્રધાન મોદી પણ વિવિધ સ્થળોએ સભાઓ ગજવી, રોડ-શો યોજી ભરપુર કમર કસી રહ્યા છે. અમદાવાદમાં પણ બે દિવસથી તેઓનો રોડ-શો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 32 કિલોમીટર લાંબા યોજેલા રોડ શો બાદ આજે બીજા દિવસે પણ તેમનો રોડશો ચાલી રહ્યો છે, ત્યારે એરપોર્ટ સર્કલથી દફનાળા સુધી અંદાજે રાતે 9 વાગે ભયંકર 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન ઘણા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. તો 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી.

Back to top button