અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીમહાકુંભ 2025

અમદાવાદ: મહિલાઓના વાંધાજનક વિડીયો વેચનારા ત્રણેયને કોર્ટમાં રજૂ કરાશે; મહારાષ્ટ્ર, પ્રયાગરાજથી યુટ્યૂબ ટેલિગ્રામ ચેનલ ચલાવતા

20 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: રાજકોટ શહેરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના બહાને આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવિનાં સિંહાને માહિતી મળતા અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ત્રણેય આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી હતી. જેમાંથી 19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપી ઝડપાયો હતો. કુલ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તેઓ આ પ્રકારના દ્રશ્યો લોકો પાસેથી મોટી રકમ લઈ વેચતા હતા. જ્યારે રાજકોટની પાયલ હોસ્પિટલ માંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓને આજે અમદાવાદ સાયબર ક્રાઈમ લઈ આવવામાં આવ્યા છે અને 3:30 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજૂ કરાયા હતા.

મહાકુંભમાં મહિલાઓના ફોટા લીધા હોવાની શંકા
પોલીસનાં સુત્રો મુજબ આજે ત્રણેય આરોપીઓને સાઇબર ક્રાઇમની ટીમ અમદાવાદ લઈ આવી છે અને બપોરે 3:30 વાગ્યે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલ તો સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક youtube ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક ચેનલને આરોપી પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. તેમાં કોઈ મહિલા સ્નાન કરતા આપત્તિજનક ફોટો વીડિયો ક્લિપ થયાની શંકાના આધારે પણ સાયબર ક્રાઇમ આરોપીઓની આખરી પૂછપરછ કરશે. હાલ આરોપીઓના ફોન સાઇબર ક્રાઇમ એ કબજે કરી લીધા છે અને તેના ડીલીટ થયેલો ડેટા પણ ભેગો કરવામાં આવશે.

ગૃહમંત્રીએ સાયબર DCPને અભિનંદન આપ્યા
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ચર્ચા સમયે અમદાવાદ સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવીના સિંહાને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું રાજ્યની મહિલા આઈપીએસ દ્વારા 3000 કિલોમીટર દૂરથી આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે. સાયબર ટેલરિઝમ પર રોક લગાવનારી પહેલી મહિલા આઇપીએસ લવિંના સિંહા છે આ મહિલા આઇપીએસને અભિનંદન આપું છું.

ત્રણમાંથી બે આરોપી પકડાયા
પકડાયેલા આરોપીઓમાંથી 1) પ્રજવલ અશોક તૈલી લાતુર મહારાષ્ટ્રથી, 2) ચંદ્રપ્રકાશ ફુલચંદ જે પ્રયાગરાજ, 3) વ્રજ રાજેન્દ્ર પાટીલ જે સિંહાલા સાંગલીનો વતની છે. આ મામલે દેશની અલગ અલગ જગ્યાએ હોસ્પિટલોમાં સીસીટીવી હેક થયાની શક્યતા છે હજુ સુધી કોઈ હોસ્પિટલ સ્ટાફની મદદગીરી સામે આવી નથી. એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી. બે આરોપી 12 પાસ હતા. કુલ ત્રણ આરોપીઓ છે જેમાંથી બેને ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ ડિટેલ કોર્ટ રીમાન્ડ બાદ મળશે.

Back to top button