અમદાવાદટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ કપ

ફાઈનલ મેચને કારણે અમદાવાદ એરપોર્ટ 45 મિનિટ માટે બંધ રહેશે, મુસાફરો માટે એડવાઈઝરી જારી

Text To Speech
  • અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. જેના કારણે શહેરમાં લોકોની ભીડ વધી છે.
  • વર્લ્ડ કપ મેચ પહેલા અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો એર શો યોજાવા જઈ રહ્યો છે, જેના કારણે બપોરે 1:25 થી 2:10 વાગ્યા સુધી એરસ્પેસ બંધ રહેશે.

Cricket World Cup Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે શનિવારે રાત્રે એડવાઈઝરી જારી કરી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ મેચ પહેલા અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો એર શો યોજાવા જઈ રહ્યો છે, જેના કારણે બપોરે 1:25 થી 2:10 વાગ્યા સુધી એરસ્પેસ બંધ રહેશે.

એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જો તેઓ SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરી રહ્યા હોય, તો મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય સાથે જ ઘરેથી નીકળજો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  17 અને 19 નવેમ્બરના રોજ 13:25 થી 14:10 સુધી એરસ્પેસ બંધ રહેશે. તમારી સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. તમારા સહકાર માટે આભાર.’

 

સુરક્ષા ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી

અમદાવાદ એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ ફાઈનલને કારણે અહીં ભારે ટ્રાફિક રહેશે. એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટર્મિનલ અને લેન્ડસાઇડમાં તમામ સુરક્ષા ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ફાઇનલ મેચ દરમિયાન નાઇટ પાર્કિંગ માટે એરપોર્ટ પર તરત જ 15 સ્ટેન્ડ ઉપલબ્ધ છે, જેમાંથી છ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: મેચ જોવા જતા પહેલાં આટલું ધ્યાનમાં રાખો, પોલીસ આ વસ્તુઓ સ્ટેડિયમમાં નહીં લઈ જવા દે

Back to top button