અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસવર્લ્ડ કપ

વર્લ્ડ કપ ફાઈનલના દિવસે એરપોર્ટ પર 40 હજાર મુસાફરો નોંધાયા, જાણો વિદેશથી કેટલા આવ્યા

Text To Speech

અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. (world cup final)માઈક્રો પ્લાનિંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે. (Ahmedabad airport) એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જ્યો છે. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા 40,801 મુસાફરોમાં 33642 સ્થાનિક (ડોમેસ્ટિક) અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.

 

23 કલાકમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો
ભારતીય વાયુસેનાના એર શોને કારણે 45 મિનિટથી વધુ એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ 23 કલાકમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. સર્વાધિક મુસાફરોની અવરજવર સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમની ફ્લાઇટની અવરજવરનું સંકલન સુનિશ્ચિત કર્યું હતું. આ અસાધારણ સિદ્ધિ SVPI એરપોર્ટના સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે. AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફના સમર્પણ અને મહેનતના કારણે આ શક્ય બન્યું છે.

ત્રીજી સૌથી વધુ પેસેન્જર મુવમેન્ટ જોવા મળી
મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ માટે અમદાવાદ એરપોર્ટમાં વિગત વર્ષોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તાજેતરમાં જ ટર્મિનલ ગેટમાં ઝડપી પ્રવેશ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ડિજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વધારાના બેલ્ટ સાથેનો અરાઇવલ હૉલ, અપગ્રેડ ચેક-ઇન સિસ્ટમ, પ્રી-SHA એરિયામાં વધારો, એક્સ-રે મશીનો વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ 18મી નવેમ્બરે SVPI એરપોર્ટ પર 2જી સૌથી વધુ પેસેન્જર મૂવમેન્ટ જોવા મળી હતી, જ્યારે એરપોર્ટે 273 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 38723 મુસાફરોને સેવા પૂરી પાડી હતી. તો 19મી ફેબ્રુઆરીના રોજ 268 ATM સાથે 37,793 પેસેન્જર સાથે ત્રીજી સૌથી વધુ પેસેન્જર મુવમેન્ટ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ વર્લ્ડકપના સફળ આયોજન અંગે વરિષ્ઠ પત્રકારે કરી સમીક્ષા, જાણો શું કહ્યું

Back to top button